Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મામલતદાર કચેરીમાં સરપ્રાઈઝ ચેકિંગ કરતાં ૬૨૮ કેસો શંકાસ્પદ જણાયા, કડક સુચના અપાઈ

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

બનાવટી દસ્તાવેજની ચકાસણી દરમિયાન માતા ૪૯ વર્ષની અને પુત્ર ૫૧ વર્ષનો, કડક કાર્યવાહી કરાશે : મહેસૂલ મંત્રી

માતર : ગુજરાતમાં બોગસ ખેડૂત ખાતેદારોનુ કૌભાંડ બે માસ પહેલા ખેડા જિલ્લાના માતર પંથકમાંથી ઉજાગર થતા ચકચાર મચી જવા પામી હતી, આ કૌભાંડમા જે તે સમયના જિલ્લાના અધિક કલેકટર એસ.કે. લાગા સામે પણ આક્ષેપો થયેલ હતા તેમજ તેના દ્વારા આ કૌભાંડ કરેલ હોવાનું ખુલેલ હતું, ત્યારે આજે અંદાજિત ૨ માસના સમય પછી મહેસૂલ મંત્રી (revenue minister rajendra trivedi) અચાનક માતર મામલતદાર કચેરીએ સરપ્રાઈઝ ચેકિંગમાં આવ્યા હતા.

આ દરમ્યાન ચેકિંગ બાદ મંત્રીશ્રીએ (revenue minister rajendra trivedi) જણાવેલ કે, આ કૌભાંડમાં સંડોવાયેલા આધિકારીઓને છોડવામાં નહીં આવે, ચેકિંગમાં કુલ ૧૭૩૦ કેસો ચકાસ્યા છે જેમાંથી ૬૨૮ કેસો ભારે શંકાસ્પદ જણાયા હતા, જેથી તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડાના માતરમાંથી થોડા દિવસ અગાઉ બોગસ ખેડૂત ખાતેદારોનુ કૌભાંડ સામે આવેલ હતું, દરમ્યાન સ્ટેટ મહેસૂલ વિભાગ (revenue minister rajendra trivedi) ની ટીમે તપાસ કરતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો, જેમાં અંદાજીત ૫૦૦થી વધુ બોગસ ખેડૂત ખાતેદારો બન્યા હોવાનું જાણવા મળેલ, જે તે સમયે દસ્તાવેજી રેકોર્ડ કબ્જે કરી પોતાની સાથે ચકાસણી અર્થે ગયેલ હતી, જેમાં લગભગ ૧ હજાર ૭૩૦ કેસો ચકાસવામાં આવેલ હતા, તેમાં ૬૨૮ કેસો ભારે શંકાસ્પદ હોવાનું આજે મિડીયાકર્મીઓને માહિતી રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ખુદ આવેલ હતી, આ તપાસમાં ૫૦૦ લોકોને જે તે સમયે એકીસાથે નોટીસો પણ આપી દેવામાં આવેલ હતી.

નોંધનીય છે કે, રેવન્યુ મિનિસ્ટરે (revenue minister rajendra trivedi) માતર મામલતદાર ભગત પાસેથી આ કૌભાંડની તમામ માહિતી મેળવેલ, આજે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી (revenue minister rajendra trivedi) મુલાકાત લઇ વધુ તપાસ હાથ ધરતાં રાજ્યમાં હડંકપ મચી ગયો છે અને ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

Other News : દેશના ૧૪મા ઉપરાષ્ટ્રપતિ પદની ચુંટણીનું પરિણામ જાહેર : જગદીપ ધનખડ બન્યા ઉપરાષ્ટ્રપતિ, ૫૨૮ મત મળ્યા

Related posts

તમામ નગરપાલિકાઓને જર્જરિત પાણીની ટાંકીઓનું ત્વરિત રીપેરિંગ કરવા આદેશ…

Charotar Sandesh

હાઈકોર્ટની વાલીઓને મોટી રાહત, જ્યાં સુધી શાળા ખૂલશે નહિ, ત્યાં સુધી ફી ભરવાથી મુક્તિ…

Charotar Sandesh

રાજ્યના આગામી ૨૭થી ૩૦ ડિસેમ્બર સુધી હાડ થીજવતી ઠંડીની કરાઈ આગાહી…

Charotar Sandesh