Charotar Sandesh
ગુજરાત

હવે સીએનજી ભાવ વધારા મુદ્દે રિક્ષાચાલકો રાજ્યવ્યાપી હડતાલ કરશે

સીએનજી ભાવ

અમદાવાદ : સીએનજી ભાવ વધારો અને ભાડું નહીં વધતા પડેલી હાલાકી અંગે અનેક રજૂઆત છતાં કોઈ નિર્ણય નહીં આવતા હડતાળનો રસ્તો અપનાવવા રિક્ષાચાલકો જઈ રહ્યા છે. ૩૦ ઓક્ટોબરે હડતાળની તારીખ જાહેર કરવામાં આવશે. જણાવી દઈએ કે ૪ થી ૫ દિવસ હડતાળ પાડી રિક્ષા ચાલકો વિરોધ નોંધાવી શકે છે.

હડતાળ પડતા અમદાવાદમાં ૨ લાખ ઉપર રિક્ષાના પૈડાં થમશે. ત્યારે લાખો રિક્ષાઓ રાજ્યભરમાં થંભી જશે. કોરોના બાદ દિવાળી તહેવારમાં થોડી કમાણી કરવાનો સમય મળતા દિવાળી બાદ હડતાળ પાડવાનું નક્કી કરાયું છે.

CNG ભાવ વધારા મુદ્દે રિક્ષાચાલકો હવે ઉગ્ર બન્યા છે. સીએનજી ભાવ વધારા અંગે રિક્ષા ચાલક એસોસિએશનની મિટિંગ યોજાઈ હતી. આ મહત્વનો નિર્ણય મિટિંગમાં લેવાયો છે. નિર્ણય અનુસાર ૩૦ ઓક્ટોબરે થશે રાજ્ય વ્યાપી રિક્ષા ચાલકોની મિટિંગ થશે. જેમાં મિટિંગમાં હડતાળ પાડવા અંગે ચર્ચા થશે. રાજયવ્યાપી બેઠક અમદાવાદ ખાતે બોલાવવામાં આવશે. દિવાળી બાદ રાજ્ય વ્યાપી હડતાળ પાડવાનો નિર્ણય હાલમાં લેવામાં આવ્યો છે.

Other News : ગુજરાત પોલીસના ગ્રેડ-પે આંદોલનની આગ રાજ્યભરમાં પ્રસરી

Related posts

રાજ્યના ૧૬૨ તાલુકામાં વરસાદ, સૌથી વધુ તાપીમાં સવા પાંચ ઇંચ વરસાદ વરસ્યો…

Charotar Sandesh

ભીડભાડ વાળી જગ્યાઓમાં પાકિટ-પર્સની ચોરી કરતી ગેંગને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી LCB ઝોન-૧

Charotar Sandesh

અમદાવાદમાં અધધધ…૨૪૩૫ કરોડનું જીએસટી કૌભાંડ ઝડપાતા ખળભળાટ મચ્યો…

Charotar Sandesh