Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં પડેલ વરસાદી ખાડાઓને લઈ માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ આપ્યું આ નિવેદન

ભારે વરસાદ (heavy rain)

અમદાવાદ : છેલ્લા દિવસોથી રાજ્યમાં ભારે વરસાદ (heavy rain) વરસી રહ્યો છે, જેને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની સ્થિતિ ઉભી થયેલ, ત્યારે લોકોના ઘરોમાં પાણી ભરાવા પામેલ હતી.

બીજી તરફ શહેરો-ગામડાઓમાં ભારે વરસાદથી રોડ-રસ્તાઓના બેહાલ થયા છે, ઠેર-ઠેર ખાડાઓ-ભુવાઓ પડતા વાહનચાલકો હેરાન-પરેશાન થયા છે.

પાણી-અગ્ની-વાયુના પ્રવાહથી કોઈ ટકી શકતું નથી, છતાં ભાજપ સરકાર પ્રશ્નોનું નિરાકારણ લાવવા કટિબદ્ધ જ છે : મંત્રી પૂર્ણેશ મોદી

આ બાબતે માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ મિડીયાને મોટું નિવેદન આપેલ છે કે ભારે વરસાદ (heavy rain) ને કારણે રસ્તાઓ ટૂટ્યા છે, લોકોની ફરિયાદો સોશિયલ મિડીયા તરફથી મળી રહી છે. સૌથી પહેલા આપણે એ જાણવું જોઈએ કે, ગુજરાતમાં દક્ષિણ-સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ અતિવૃષ્ટિ સર્જાઈ છે, પાણી-અગ્ની-વાયુના પ્રવાહથી કોઈ ટકી શકતું નથી. જે પ્રમાણે પાણીના વહેણથી ઘણા ઘરો અને રોડ-રસ્તાઓ ખરાબ થયા છે. પરંતુ ભુપેન્દ્ર પટેલની સરકાર આ બધી મુશ્કેલીઓનું નિરાકારણ લાવવા કટિબદ્ધ છે. અમને સોશિયલ મિડીયા અને એપ્લિકેશનમાં રોડ-રસ્તાઓ અંગે ફરિયાદો મળી છે જેનું અમે ઝડપભેર ઉકેલ લાવીશું. ગત વર્ષે પણ દિવાળી પહેલા ૧૦૦ ટકા બિસ્માર વરસાદી ખાડાઓ પુરવામાં સફળ રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા આ બાબતે એપ્લિકેશન લોન્ચ કરાઈ છે, જેમાં એક જનરલ અને મરામત વિભાગ છે, આ એપમાં લોકો દ્વારા ફરિયાદો આવતાં વિભાગીય અધિકારીઓ દ્વારા તપાસ કરી નિરાકારણ લાવવામાં આવે છે. ડામર અને પાણીને વેર છે એ બધા જાણે છે એટલે કુદરતી આફતોથી ઘણા ઘરો અને રસ્તાઓને નુકશાન પહોંચતું હોય છે, પાણી-અગ્ની-વાયુના પ્રવાહથી કોઈ ટકી શકતું નથી, છતાં ભાજપ સરકાર પ્રશ્નોનું નિરાકારણ લાવવા કટિબદ્ધ જ છે.

Other News : ભારે વરસાદથી નવસારી હાઈવે પર પ૦૦૦ જેટલા ટ્રક ફસાયા : અંદાજે રૂ. ૫૦૦ કરોડનું નુકશાન

Related posts

IELTS વગર વિદેશ જઈને પીઆર અને વર્ક પરમિટ વિઝા આપવાના બહાને ૫ લાખની છેતરપીંડી…

Charotar Sandesh

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ મા.તથા ઉ.મા. સ્કૂલોમાં રાખી શકાશે ૫૦ ટકા સ્ટાફ…

Charotar Sandesh

સુરક્ષા અને સાફ-સફાઈ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું મૉડિફિકેશન કરાશે…

Charotar Sandesh