Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

ધોલેરામાં ન્યુ ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ પ્રોજેક્ટના ફેઇઝ-૧ માટેના ૧૩૦પ કરોડ રૂપિયા મંજૂર

ધોલેરામાં ન્યુ ગ્રીનફિલ્ડ એરપોર્ટ

PMની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીનો ગુજરાત માટે મહત્વપૂર્ણ નિર્ણય

ધોલેરા : PM નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને મળેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ ધોલેરામાં ન્યૂ ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને રૂ. ૧૩૦પ કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવા મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ આગામી ૪૮ મહિનામાં પૂર્ણ કરવામા આવશે.

CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સર્વગ્રાહી વિકાસને નવી દિશા અને ગતિ આપનારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે PM નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્ર સરકારનો ગુજરાતની જનતા જનાર્દન વતી હ્વદયપૂર્વક આભાર માન્યો છે.

CM ભૂપેન્દ્ર પટેલે PM નરેન્દ્રભાઇ મોદીનો સમગ્ર ગુજરાત વતી આભાર વ્યક્ત કર્યો

તેમણે જણાવ્યું છે કે, PMએ દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને મંજૂરી આપતાં મલ્ટિમોડેલ કનેક્ટીવીટી અને PM ગતિશક્તિના ભવિષ્યલક્ષી આયોજન સફળતાપૂર્વક રીતે સાકાર થઇ શકશે.

CMએ ડબલ એન્જિન સરકારના બેવડા લાભ સાથે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વર્લ્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે ઉપયુકત બનશે તે અંગે પણ કેન્દ્ર સરકારનો આભાર વ્યકત કર્યો છે.

Advocate Mukesh Danak – Mo. 72260 11144

Other News : વડતાલ ખાતે પૂનમના કેસર સ્નાન અભિષેક યોજાયો : હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લીધો

Related posts

ગુજરાત આયકરને ૬૩૦૮૫ કરોડનો કર વસૂલાતનો લક્ષ્યાંક : ૨૦૧૯-૨૦નો રીઝીયનવાઈઝ અપાયો પ્રાથમિક ટાર્ગેટ

Charotar Sandesh

ફેબૃઆરીમાં ધોરણ ૯ અને ૧૧ની સ્કૂલો શરૂ થાય તેવી સંભાવના…

Charotar Sandesh

જી અને નીટની પરીક્ષા રદ્દ કરાવવા કોંગ્રેસ અને NSUIનો રાજ્યવ્યાપી વિરોધ…

Charotar Sandesh