Charotar Sandesh
વર્લ્ડ

રશિયા ફરીથી કોરોનાના સકંજામાં, નવા ૪૧ હજાર કેસ નોંધાયા

રશિયામાં કોરોના

રશિયા : રશિયાની સરકારે અત્યત કડક લોકડાઉન લાદી દીધું હોવાં છતાં રવિવારે એક જ દિવસમાં ૪૦,૯૯૩ નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ આંકડો શનિવારે નોંધાયેલા કેસોની તુલનાએ ૭૦૦ વધુ હતો. રશિયામાં કોરોનાના કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫૮ લોકોના મોત નોંધાયા હતા. બીજીબાજુ ચીનમાં પણ કોરોનાએ ફરીથી માથું ઉંચક્યું છે કેમ કે છેલ્લા ૧૫ દિવસમાં તેના ૧૪ રાજ્યોમાં નવા કેસોની સંખ્યા ખુબ જ ઝડપથી વધવા માંડી છે.

વુહાનમાંથી કોરોના વાઇરસનો ઉદભવ થયો હતો તે વાસ્તવિકતાને સતત નકારી રહેવી ચીનની સરકારની માલિકીનું મીડિયા હવે એવું જૂઠાણું ચલાવી રહ્યું છે કે સાઉદી લઅરેબિયાની જિંગા માછલી અને બ્રાઝિલના બીફના કારણે વિશ્વબરમાં આ મહામારી ફેલાઇ હતી.કોરોનાનો આતંક હજુ પણ વિશ્વના કેટલાંક દેશોમાં યથાવત રહેવા પામ્યો છે. બ્રિટન અને રશિયામાં આ વાઇરસે હાહાકાર મચાવી દીધો છે કેમ કે બ્રિટનમાં એક જ દિવસમાં ૪૧૨૭૮ નવા કેસ નોંધાતા કુલ કેસનો આંક ૯૦ લાખને પાર કરી ગયો છે જ્યારે રશિયામાં પણ એક જ દિવસમાં નવા ૪૦૯૯૩ કેસ નોંધાતા સ્થિતિ અંકુશ બહાર નીકળી ગઇ છે.

વિશ્વમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ૨૪.૬૩ કરોડ ઉપર પહોંચી ગઇ છે અને આ મહામારીના કારણે મરનારા વલોકોની સંખ્યા ૪૯.૯૦ લાખ કરતા વધુ થઇ ગઇ છે

કોરોનાથી સંક્રમિત થનારા ૪,૫૯,૪૯,૯૫૧ લોકો અને ૭,૪૫,૬૬૫ મૃતકોની સંખ્યા સાથે સૌથી ખરાબ રીતે પ્રભાવિત થનારા દેશોમાં અમેરિકા સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબરે આવે છે. બ્રિટનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૧૨૭૮ નવા કેસ નોંધાયા હતા અને ૧૬૬ લોકોના મોત થયાં હતા, તે સાથે જ દેશમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ૯૦ લાખને પાર થઇ ગઇ હતી. બ્રિટનમાં અત્યાર સુધીમાં આ રોગચાળાના કારણે ૧,૪૦,૫૫૮ લોકોના મોત થયા હતા. બ્રિટનની વિવિધ હોસ્પિટલોમાં હજુ પણ કોવિડ-૧૯ના ૮૯૮૩ એક્ટિવ કેસ છે.

Other News : આણંદ : NRIના પ્રશ્નોનો ડીઝીટલ માધ્યમથી ઉકેલ આવે તે માટેની એપ્લીકેશન લોન્ચ કરાઈ

Related posts

ઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન મહિલા સુશ્રી સેનિકા શાહને યુ.એસ.આર્મીમાં કેપટન તરીકે પ્રમોશન…

Charotar Sandesh

દુનિયાભરમાં કોરાનાનો કાળો કેર : સ્પેનમાં ૨૪ કલાકમાં ૭૦૦ લોકોના મોત…

Charotar Sandesh

શિકાગોમાં બરફનું તોફાન : હજારો ફ્લાઇટ રદ્દ, નવ કરોડ લોકો પ્રભાવિત…

Charotar Sandesh