ઉત્તરપ્રદેશ : પાંચ રાજ્યોમાં મતગણતરી શરૂ થતાની સાથે જ પાંચેય રાજ્યોમાં શરૂઆતથી જ ભાજપનો દબદબો જોવા મળ્યો. ત્યારે પમાંથી ૪ રાજ્યોમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે, જ્યારે પંજાબમાં આપનું ઝાડું ફરી વળ્યું છે. યુપીમાં ભારતીય જનતા પાર્ટી પ્રચંડ જીત સાથે સત્તામાં વાપસી કરી છે. લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ માટે આ જીત ખુબ મહત્વની છે.
પાર્ટી દ્વારા આ જીતનો શ્રેયસ પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આપવામાં આવી રહ્યો છે
દેશના સૌથી મોટા રાજ્યમાં જનમત હાંસલ કરીને રાજનીતિનો નવો કિર્તીમાં સ્થાપિત કરીને ભાજપે એક નવો ઈતિહાસ રચી દીધો. ઉત્તરાખંડમાં પણ ભાજપે સ્પષ્ટ બહુમત હાંસલ કરીને ભગવો લહેરાવી દીધો. જ્યારે મણિપુર અને ગોવામાં પણ કમળ ખીલેલું જોવા મળ્યું. પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો પૈકી પંજાબમાં આમ આદમી પાર્ટીનું ઝાડૂ ચાલી ગયું. તેથી પંજાબમાં ભગવત માન આપના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે તે નક્કી છે.
પાંચેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં દરેક રાજ્યમાંથી કોંગ્રેસના સુપડાસાફ થઈ ગયા છે. અને સત્તાનો સ્વાદ ચાખવાનું કોંગ્રેસનું સપનું રોળાઈ ગયું છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીનું પરિણામ સામે આવવાની સાથે ભારતીય જનતા પાર્ટીમાં જીતનો જશ્ન જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી સામે આવેલા ટ્રેન્ડ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી મોટી બહુમતી સાથે સત્તામાં વાપસી કરી રહી છે. ગુરૂવારે સવારે ૮ કલાકે મત ગણતરી શરૂ થયા બાદ ભાજપમાં ઉત્સાહ વધતો ગયો હતો. યુપીમાં ભાજપ શાનદાર જીત સાથે સત્તામાં વાપસી કરી રહી છે. લોકો મોદી-યોગીની જોડીની ખુબ પ્રશંસા કરી રહ્યાં છે.
Other News : યુદ્ધને લઈ યુક્રેનથી પરત ફરનાર વિદ્યાર્થીઓ ભારતમાં ઈન્ટર્નશીપ પૂર્ણ કરી શકશે