આ સિદ્ધિ બદલ ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા
દેશવાસીઓની સાથે સાથે વડતાલધામ ના સંતો અને ભક્તોએ દર્શનની જગ્યાએ ચંદ્રયાન -૩ નુ સફળ લોંચીંગ નિહાળીને વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા. છેલ્લા ૨૪ કલાકથી સંતો મહંતો આ મિશનની સફળતા માટે પ્રાર્થના – યજ્ઞ મહાપૂજા કરી રહ્યા હતા.
આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ , ચેરમેન દેવપ્રકાશ સ્વામી, કોઠારી ડો. સંત સ્વામી વગેરેએ ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ વડતાલ મંદિર પરિસરની પ્રથમ ઘટના હતી કે , લાઈવ દર્શનની જગ્યાએ બીજો કોઈ કાર્યક્રમ પ્રસારિત થયો હોય. વડતાલ સંસ્થા ચંદ્રયાન -૩ ની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન પાઠવે છે.
Other News : જય હો : ભારતે લખ્યો સુવર્ણ અક્ષરે ઈતિહાસ : ચંદ્રમાની ધરતી પર ઉતર્યું ચંદ્રયાન-૩