Charotar Sandesh
બોલિવૂડ

સલમાન ખાને ‘ટાઈગર-૩’નું શૂટિંગ કેટરિના અને વિક્કી કૌશલના લગ્ન માટે મુલત્વી રાખ્યું ?

ટાઈગર-૩

મુંબઈ : છેલ્લા એક વર્ષથી કેટરિના અને વિક્કીના રિલેશનશિપના સમાચારો ચર્ચામાં છે, લોકડાઉન દરમિયાન બંનેની નિકટતા વધી છે. બંને ઘણીવાર પાર્ટીમાં સાથે જોવા મળે છે. તાજેતરમાં આરતી શેટ્ટીની દિવાળી પાર્ટીમાં વિક્કી અને કેટરીના સાથે જોવા મળ્યા હતા.

બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ અને કેટરિના કૈફ ના લગ્નની ચર્ચા હેડલાઇન્સમાં છે, જો કે વિક્કી અને કેટરીના તરફથી હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, વિક્કી કૌશલની માતાએ કેટરિના માટે દિવાળીનું શગુન મોકલ્યું હતું. વિક્કીની માતાએ ડાર્ક ચોકલેટ, કેટલીક જ્વેલરી અને પરંપરાગત સાડી ભેટમાં આપી હતી. બોલિવૂડનું આ પ્રેમી યુગલ ડિસેમ્બરમાં રાજસ્થાનમાં હશે. આ કપલે તેમના લગ્ન માટે તેમના પ્રોફેશનલ વર્ક પર રોક લગાવી દીધી છે.

એક અહેવાલ મુજબ, કેટરીના કૈફના લગ્નને કારણે સલમાન ખાને ‘ટાઈગર ૩’ નું શૂટિંગ મોકૂફ રાખ્યું છે

ફિલ્મનું શૂટ જાન્યુઆરીમાં રિશેડ્યુલ કરવામાં આવ્યું છે. સલમાન ખાને તેમના ખાસ મિત્ર શાહરૂખ ખાન માટે મદદનો હાથ લંબાવ્યો છે. બંને દિગ્ગજ કલાકારો તાજેતરમાં ‘ટાઈગર ૩’ અને ‘પઠાણ’ માટે શૂટિંગ કરવાના હતા. પરંતુ રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાન તેના પુત્ર આર્યન ખાન સાથે થોડો ક્વોલિટી ટાઈમ વિતાવવા માંગે છે જેને તાજેતરમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. કિંગ ખાન આ દિવસોમાં બ્રેક પર છે અને સલમાને તેની ફિલ્મનું શેડ્યૂલ ડિસેમ્બર સુધી લંબાવ્યું છે.

જો કે સલમાન ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘અંતિમઃ ધ ફાઈનલ ટ્રૂથ’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અંતિમ મરાઠી બ્લોકબસ્ટર મુલશી પેટર્નની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં આયુષ શર્મા લીડ રોલમાં છે. મહેશ માંજેકરે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. સિનેમાઘરોમાં અંતિમ ૨૬ નવેમ્બરે રિલીઝ થશે. સલમાનની ફિલ્મ જોન અબ્રાહમ સ્ટારર ‘સત્યમેવ જયતે ૨’ સાથે બોક્સ ઓફિસ પર ટક્કર કરશે. બંનેએ એકબીજાને તેમની ફિલ્મો માટે સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. એક સમયે બંને કલાકારો વચ્ચે ઘણા મતભેદ હતા.

Other News : સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘અન્નત્તે’ સૂર્યવંશી ફિલ્મ પર ભારે પડી

Related posts

રાજન શાહીનો શો ‘અનુપમા’ ઘણા સમયથી ટીઆરપીમાં નંબર વન

Charotar Sandesh

નેહા કક્કડના લગ્નની વાત મુદ્દે પૂર્વ બૉયફ્રેન્ડે મૌન તોડ્યું…

Charotar Sandesh

કંગના વિરૂદ્ધ ડ્રગ્સ કેસમાં તપાસ કરશે મુંબઈ પોલીસ, ગૃહમંત્રી દેશમુખે આપ્યા આદેશ…

Charotar Sandesh