Charotar Sandesh
બોલિવૂડ

સંજય દત્તે પોતાના ૬૨માં જન્મદિવસ પર KGF-2નો એક ખતરનાક લૂક શેર કર્યો

કેજીએફ-૨

મુંબઈ : બોલિવૂડ ઉદ્યોગનું એક નામ જે વિવાદોમાં ઘેરાયેલા હોવા છતાં ચાહકોનાં દિલ પર રાજ કર્યુ છે. ૨૯ જુલાઈ ૧૯૫૯ નાં રોજ જન્મેલા સંજય દત્ત આજે પોતાનો ૬૨ મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સંજય દત્ત આજકાલ તેની ઘણી ફિલ્મ્સ માટે હેડલાઇન્સ બનાવી રહ્યા છે. જેમાંથી એક કેજીએફ-૨ છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તેમના જન્મદિવસ નિમિત્તે સંજય દત્તે પોતાના ટિ્વટર હેન્ડલ પર ફિલ્મ સાથે જોડાયેલી માહિતી શેર કરી છે અને આ ફિલ્મનો એક લૂક પણ શેર કર્યો છે.

ફિલ્મ અંગે ચાહકોમાં એક્સાઇટમેન્ટ જોઇને સંજય દત્તે ટ્વીટ કર્યું, ’જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવા બદલ તમારો ખૂબ આભાર, કેજીએફચેપ્ટર-૨ પર કામ કરવાનું અદભૂત રહ્યું છે. હું જાણું છું કે તમે બધા લાંબા સમયથી ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છો અને હું તમને ખાતરી આપું છું કે તે રાહ જોવી યોગ્ય પણ રહેશે.

કેજીએફનાં ડિરેક્ટર પ્રશાંત નીલ આ ફિલ્મ ૧૬ જુલાઇએ થિયેટરોમાં રિલીઝ કરવા માટે તૈયાર હતા, પરંતુ દેશવ્યાપી કોરોનામહામારીનાં કારણે ફિલ્મની રિલીઝની તારીખ લંબાવી દેવામાં આવી હતી. આવી સ્થિતિમાં, અપેક્ષા રાખવામાં આવે છે કે આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થઈ શકે છે.

આ ફિલ્મમાં સંજય દત્ત અધિરાનાં લૂકમાં જોવા મળશે. સંજય દત્તનો આ ડેડલી અવતાર ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. કેજીએફ-૨ માં સંજય દત્ત ઉપરાંત રોકિંગ સુપરસ્ટાર યશ, રવીના ટંડન જેવા દિગ્ગજ કલાકારો સાથે જોવા મળશે. વિજય કિરાગંદુર દ્વારા પ્રોડ્યુસ કેજીએફ-૨ ને એક્સેલ એન્ટરટેઇનમેન્ટ રિલીઝ કરશે. આ ફિલ્મ હિન્દી સહિત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે.

You May Also Like : પોર્નોગ્રાફી કેસ : રાજ કુંદ્રાને ઝટકો, કોર્ટે જામીન અરજી નામંજૂર કરી

Related posts

બોલિવૂડમાં પ્રતિભાનું કોઈ મહત્વ નથી : કંગના રનૌત

Charotar Sandesh

ફિલ્મો ડિમાન્ડની બાબતે સલમાન અને વરૂણ કરતા આગળ નિકળ્યો ટાઈગર શ્રોફ…

Charotar Sandesh

જેડીયુ નેતા મહેશ્વર હઝારીએ રિયા ચક્રવર્તીને સોપારી કિલર ગણાવી…

Charotar Sandesh