Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં શાળાઓ બંધ નહીં થાય, વાલીઓ પાસેથી પુનઃ સંમતિપત્ર મેળવાશે : શિક્ષણમંત્રી વાઘાણી

શિક્ષણમંત્રી જીતુ વાઘાણી

અમદાવાદ : રાજ્યમાં નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે, રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં ચાલુ કરવા અપાયેલી મંજુરીમાં છેલ્લે પ્રાથમિક શિક્ષણમાં પણ ૧ થી ૫ ધોરણના વિદ્યાર્થીઓને અપાયેલી છૂટને પગલે હવે પુનઃ વિચારણા કરવાની પરિસ્થિતિ આવી ગઇ છે.

સરકાર દ્વારા શાળા-કોલેજોમાં વધુ તકેદારી સાથે શિક્ષણ કાર્ય ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે અને વાલીઓને પણ તેમના બાળકને સ્કૂલે મોકલવું કે કેમ તે અંગે પસંદગગી ઉપલબ્ધ કરાઇ છે તે વચ્ચે શાળાઓમાં કોરોના ઉભો થતા ઉભી થયેલી પરિસ્થિતિ પર એક પ્રશ્નનો જવાબ આપતાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

ડીઈઓ તથા અન્ય સરકારી તંત્ર વારંવાર શાળાઓમાં ડ્રાઈવ કરીને કોરોના પ્રોટોકોલનું પાલન થાય તે જોવા પણ કાર્યરત છે

રાજકોટની મુલાકાતે આવેલા વાઘાણીએ કહ્યું કે સરકાર સંપૂર્ણપણે સજાગ છે. કોરોના વધે નહીં તે માટેના તમામ પ્રયાસો થઇ રહ્યા છે અને બાળકોનું શિક્ષણ ન બગડે તે પણ જોવાઈ રહ્યું છે તે વચ્ચે ઓનલાઈન અને ઓફલાઈન બંને શિક્ષણ ચાલુ રહેશે અને શાળાઓને પણ તે સૂચના આપી દેવાઇ છે.

શિક્ષણમંત્રી વાઘાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં એ પણ ઉમેર્યું કે કલેક્ટર તથા ડીઈઓ દ્વારા વારંવાર ખાસ ડ્રાઈવ કરીને શાળાઓમાં કોરોના પ્રોટોકોલ અંગેની જોગવાઈનું પાલન થાય તે પણ નિશ્રિ્‌ચત કરવામાં આવી રહ્યું છે અને શાળા સંચાલકો સાથે પણ સરકાર પરામર્શ કરીને નવી પરિસ્થિતિથી સતત વાકેફ છે.

Other News : ગુજરાતમાં ઓમિક્રોનના કેસો વધતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાત્કાલિક બેઠક યોજી : જાણો શું થઈ ચર્ચા

Related posts

૧ વર્ષની બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી, દુષ્કર્મની આશંકા

Charotar Sandesh

દુષ્કર્મીઓને ફાંસીના માંચડે લટકાવી શકાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે…

Charotar Sandesh

કોરોના સંકટ : દર્દી મોડા દાખલ થતાં હોવાથી મૃત્યુદર વધ્યો : ગુલેરિયાનું તારણ…

Charotar Sandesh