Charotar Sandesh
ઈન્ડિયા

શિંદે જ મહારાષ્ટ્રના એકનાથ : આજે એકનાથ શિંદે લેશે મુખ્યમંત્રી પદના શપથ

એકનાથ શિંદે

આજે સાંજે ૭.૩૦ કલાકે એકનાથ શિંદે નવા મુખ્યમંત્રી પદેથી શપથ લેશે : દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરેલ

મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ મચતા ઉદ્ધવ સરકાર ઉપર સંકટ આવતાં ઉદ્ધવ ઠાકરેએ બુધવારે રાત્રે રાજીનામું ધરી દીધેલ. જે બાદ હાઈ ડ્રામા સર્જાતા એક નવો ટ્‌વીસ્ટ આવ્યો છે, જેમાં દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ યોજી જાહેરાત કરેલ કે, આજે સાંજે ૭.૩૦ કલાકે એકનાથ શિંદે નવા મુખ્યમંત્રી (maharastra CM) પદેથી શપથ લેશે.

ભાજપના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવેલ કે, મહારાષ્ટ્રના ઈતિહાસમાં પહેલીવાર એવું બનેલ કે, બે મંત્રી જેલમાં છે, આ પહેલાં આવું કદી નથી થયેલ, બાળા સાહેબે હંમેશા દાઉદનો વિરોધ કર્યો હતો, પરંતુ ઉદ્ધવ ઠાકરેની સરકારનો એક મંત્રી દાઉદ સાથે સંકળાયેલો છે, તેમ છતાં મંત્રી જેલમાં ગયા પછી તેનું મંત્રી પદ પરથી હટાવવામાં નથી આવેલ, આ બાળા સાહેબનું અપમાન જ કહેવાય.

આ સાથે શિવસેના નેતા એકનાથ શિંદેએ કહેલ કે, અમે રાજ્યના વિકાસ અર્થે સાથે આવ્યા છીએ. અમને મહાવિકાસ અધાડી સરકારમાં કામ કરવામાં તકલીફ પડતી હતી. આ વિશે અમે ઉદ્ધવ ઠાકરેને જાણ કરેલ, અમારી તકલીફ સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. ભાજપ સાથે અમારું નેચરલ ગઠબંધન હતું, અમે લોકો બાળા સાહેબની વિચારસરણી સાથે સરકાર તરફથી હિન્દુત્વનો નિર્ણય લીધો છે.

Other News : જિલ્લામાં રથયાત્રા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ટ્રસ્ટીઓ-આયોજકો સાથે યોજાયેલ બેઠક

Related posts

પબજીના રવાડે ૧૬ વર્ષના છોકરાએ ૧૦ લાખ ગુમાવ્યા

Charotar Sandesh

કોરોના : લોકોને રાહત, લોકડાઉનમાં વધારો નહીં થાય…

Charotar Sandesh

કોરોનામાં દિલ્હી સરકારે જરૂરતથી ચાર ગણું વધારે ઓક્સિજન માંગ્યું…

Charotar Sandesh