Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સન્માન કરવામાં આવ્યું

શ્રી સ્વામિનારાયણ મંદિર

નડિયાદ : કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે સરદારની ભૂમિ એવા નડિયાદ ખાતેથી અંદાજિત રૂપિયા ૩૪૭ કરોડથી વધુના ખર્ચે પોલીસ આવાસ નિગમ દ્વારા નિર્માણ કરવામાં આવેલ ૯૨૫ આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

હેલીપેડ ગ્રાઊન્ડમાં યોજાયેલ પોલિસ આવાસ લોકાર્પણ પ્રસંગે ચરોતરની સેવાભાવી સંસ્થાઓનું અભિવાદન સન્માન કરવામાં આવ્યું હતું

જેમાં સ્વામિમારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામની સેવાઓની નોંધ લેવામાં આવી હતી. કોરોનાકાળમાં થયેલ સેવાઓ અને ભગવાનશ્રી સ્વામીનારાયણના સર્વજીવ હિતાવહ સેવા કાર્યોની નોંધ સાથે, પોલિસ વિભાગ દ્વારા માનનીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે સન્માન પત્ર અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું જેવો વડતાલ મંદિરના ચેરમેનશ્રી દેવપ્રકાશદાસજી સ્વામી અને મુખ્ય કોઠારીશ્રી ડો સંત સ્વામીએ સાદર સ્વીકાર કર્યો હતો.

Other News : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સે જીતી IPL-2022 ની ફાઈનલ ટ્રોફી : સ્ટેડિયમમાં જશ્નનો માહોલ

Related posts

સ્વિમિંગ પુલમાં મોજમસ્તી કરતાં યુવાનોનો વિડીયો વાયરલ થતાં પાર્ટી પ્લોટ સંચાલકની ધરપકડ…

Charotar Sandesh

વડોદરા : ખાળકૂવામાં ૭ મજૂરોનાં મોતની ઘટના અંગે અમિતાભ બચ્ચને દુઃખ વ્યક્ત કર્યું

Charotar Sandesh

આણંદ : પાંચ પોલિટેકનીક અભ્‍યાસક્રમોના વિદ્યાર્થીઓને સુવર્ણપદક-પ્રમાણપત્રો એનાયત કરાયા

Charotar Sandesh