Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરામાં તસ્કરો પોલીસના ઘરે ત્રાટક્યા : ૧૯ હજારની ચોરી કરી ફરાર

અટલાદરા રોડ

વડોદરા : વડોદરા શહેરમાં પોલીસ કર્મીઓના ઘર જ સુરક્ષિત રહ્યા નથી. શહેરમાં સક્રિય તસ્કર ટોળકીએ અટલાદરા રોડ પર આવેલી કેતન પાર્ક સોસાયટીમાં પોલીસ કોન્સ્ટેબલના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો કોન્સ્ટેબલના ઘરમાથી ૧૯ હજારની કિંમતનો મુદ્દામાલ ચોરી ફરાર થઇ ગયા. આ ફરિયાદના આધારે જે.પી.રોડ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

J.P. રોડ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વડોદરા શહેરના અટલાદરા રોડ ઉપર આવેલી કિર્તન પાર્ક સોસાયટીમાં રહેતા વિજયકુમાર કંચનલાલ રાણા રેલવે પોલીસમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગુરૂવારે તેઓ રાબેતા મુજબ નોકરી પર ગયા હતા અને પત્ની મકાનને તાળું મારીને દીકરા સાથે બજારમાં ખરીદી માટે ગઈ હતી. આ દરમિયાન આશરે બે કલાક બાદ તેઓ પરત આવતા મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો અને બેડરૂમનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. આ ઉપરાંત તિજોરીનો લોક પણ તૂટેલો હતો.

તપાસ દરમિયાન ઘરમાં પ્રવેશેલા અજાણ્યા તસ્કરો તિજોરીમાંથી રોકડા રૂપિયા ૫ હજાર તથા સોનાની બુટ્ટી મળી કુલ ૧૯ હજારની મત્તા ચોરીને નાસી છુટ્યો હોવાનું બહાર આવ્યું હતું. વડોદરા શહેરમાં અટલાદરા રોડ ઉપર કિર્તન પાર્ક સોસાયટીમાં બનેલા ચોરીના આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી. જે.પી. પોલીસને ચોરીના બનાવની જાણ થતાં સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને રેલવે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદ લઈને તપાસ હાથ ધરી છે.

Other News : કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને ૨૧ વર્ષ સુધી સહાય આપશે સરકાર

Related posts

રાજ્ય સરકાર સંચાલિત ટોલનાકા પર રોકડમાં જ ટોલ ભરવા દબાણ…!

Charotar Sandesh

વડોદરામાં ભાજપના મહિલા કાઉન્સિલરે બર્થ ડેની ઉજવણીમાં કોરોના ભૂલ્યા…

Charotar Sandesh

વડોદરામાં બે અલગ અલગ દારૂની મહેફિલ માણતા ૨૫ નબીરાઓ ઝડપાયા…

Charotar Sandesh