Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ભારતીય નાગરીકત્વ ધરાવતા ઈસમને ગેરકાયદેસર રીતે બનાવેલ પોર્ટુગીઝ પાસપોર્ટ સાથે પકડી પાડતી SOG આણંદ

પોર્ટુગીઝ પાસપોર્ટ

Anand : મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ તથા પોલીસ અધિક્ષક પ્રવિણ કુમાર આણંદ નાઓએ એસ ઓ જી. શાખાને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ કે, જે અનુસંધાને એલ.બી.ડાભી પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. આણંદ નાઓના સાથે એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો અ.હેઙકો હરદેવસિંહ જોરૂભા બાન ૧૪૩૨ તથા પો. કો. ભરતભાઇ મગનભાઈ બ.નં.૯૧૮ તથા પો.કો કુલદીપસિંહ સુરેંદ્રસિંહ બ.નં.૧૮૦ તથા પો.કો. અનિરુધ્ધસિંહ પ્રવિણસિંહ બ.નં.૨૪૧ તથા પોકો સદીપકુમાર જયતીભાઇ બ.ન.૧૦૦૯ એ રીતે ના આણદ જીલ્લા વીસ્તારમા એસ.ઓ.જી. ને લગતી કામગીરી અર્થે પેટ્રોલીગમાં નીકળેલા.

દરમ્યાન પો.ઈન્સ. એલ.બી.ડાભી નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે, કે ડેમોલ ઉડ ફળીયામાં રહતો ચિત્તુલકુમાર બીપીનભાઇ પટેલ નાનો વિધાનગર રેલ્વે ફાટક નજીક આવનાર હોય અને સદર ઇસમ ભારતીય નાગીરક હોવા છતા અન્ય વ્યક્તિના નામે પોતાના ફોટાવાળો પોર્ટુગીઝ પાસપોર્ટ પોતાની પાસે રાખેલ છે. વિગેરે બાતમી હકીકત આધારે એલ.બી.ડાભી પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો બાતમી હકિકત વાળી જગ્યાએ જઈ વોચ તપાસમા ગોઠવાઇ જતા સદરે ઈસમ આવતા તેને પકડી તેનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ ચિત્તલકમાર બિપીનભાઇ પટેલ રહે- ઉડુ ફળીયા ડેમોલ તા.પેટલાદ જી. આણંદ નો હોવાનુ જણાવેલ અને સદર ઇસમની અંગ ઝડતી કરતા તેની પાસેથી અન્ય વ્યક્તિના નામવાળી એક પોર્ટુગીઝ પાસપોર્ટ મળી આવેલ જેથી સદરી ઈસમે પોર્ટુગીઝ પાસપોટ પર નકલી નામ ધારણ કરી બનાવેલ હોય સદરી ઇસમ વિરૂધ્ધમા વિધ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીઓની વિગત :-

(૧) ચિત્તુલકુમાર બિપીનભાઇ પટેલ રહે- ઉડુ ફળીયુ ડેમોલ તા.પેટલાદ જી. આણંદ (૨) સલીમભાઇ અલીભાઇ પટેલ રહે. વડોદરા ફતેગંજ

મુદ્દામાલની વિગતઃ-

(૧) પોર્ટુગીઝ પાસપોર્ટ નંગ -૦૧ તથા અધાર કાર્ડ કિંમત 3.00,00 (૨) મોબાઇલ નંગ – ૦૨ કિંમત રૂ.૧૦,૦૦૦/-

Other News : ધો. ૧૦ અને ધો.૧૨ના વિધાર્થીઓ અને શાળાઓના માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરાયો

Related posts

દિવાળી પર્વ પર રાજયભરના મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા…

Charotar Sandesh

હવે લર્નિંગ લાયસન્સ માટે આરટીઓ નહિ, આઈટીઆઈમાં જવું પડશે…

Charotar Sandesh

આણંદ પ્રેસ કલબ દ્વારા વાઘોડીયાનાં ધારાસભ્ય સામે ગુનો નોંધવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું…

Charotar Sandesh