Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદના કેટલાક વિસ્તારો ૨૪ જુન સુધી ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરાયા : ટ્રાફિક પોલીસે દંડના મેમા આપ્યા

નો પાર્કિંગ ઝોન

ભરચક માર્ગો પર દબાણ ખડકતી લારીઓના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા મામલે તંત્ર જાણીજોઈને અજાણ બની રહ્યાનો વાહનચાલકોમાં રોષ

આણંદ : જિલ્લામાં ટ્રાફીકની સ૨ળતા અને સુચારૂ ટ્રાફીક આયોજન માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કેતકી વ્યાસે આણંદ શહેરના કેટલાક વિસ્તારોને  તા. ૨૪-૦૬-૨૦૨૩ સુધી “નો પાર્કિંગ ઝોન” જાહેર કરવા હુકમ ફરમાવેલ છે.

આ હુકમ અન્વયે રેલ્વે સ્ટેશન જુના દાદર, ગુજરાતી ચોક આસપાસ, રેલ્વે ગોદીના ગેટની બહાર રોડ ઉપર, નવા બસ સ્ટેન્ડના બન્ને ગેટની બહાર તથા નગરપાલિકા, સરકારી દવાખાનાના ગેટની બહારના ૫૦ મીટર વિસ્તારમાં વાહનો પાર્ક કરવા પર તેમજ અમુલ ડેરી ખાતે આવેલ પાર્લરની આગળ અને શાક માર્કેટના ગેટની બહારનાં ૫૦ મીટર વિસ્તારમાં ફોર વ્હીલ વાહન પાર્ક કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ સ્થળોના બદલે ગુરૂદ્વારા સર્કલ થી ડી-માર્ટ, તુલસી ગરનાળા સુધી ફોર વ્હીલ વાહનો, રેલ્વે સ્ટેશનનાં એકઝીટ ગેટ પાસે નિયત સંખ્યામાં રીક્ષાઓ, નવા બસ સ્ટેશનનાં બન્ને ગેટની સામેના રોડ ઉપર નિયત સંખ્યામાં વાહનો, બેઠક મંદિર વાળા રોડના કોર્નરમાં તેમજ નવા બસ સ્ટેન્ડના બીજા ગેટ સામે બગીચાની દિવાલે નિયત સંખ્યામાં રીક્ષાઓ પાર્ક કરી શકાશે.

આ પ્રતિબંધ સ૨કારી વાહનો, એમ્બ્યુલન્સ વાન અને ફા૨યબ્રીગેડના વાહનોને લાગુ પડશે નહીં તથા આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈને આધિન શિક્ષાને પાત્ર થશે.

Other News : આણંદમાં બનેલ ચોંકાવનારી ઘટના બાદ દરેક સમાજની દીકરીઓ-મહીલાઓને પોલીસ અધિકારીની ખાસ અપીલ

Related posts

હેલ્મેટ ડ્રાઈવના પ્રથમ દિવસે કડકાઈ નહીં : વિદ્યાનગર પોલીસે હેલ્મેટ ધારકને ગુલાબ આપી સ્વાગત કર્યું

Charotar Sandesh

આણંદ રેલવે સ્ટેશન પર કામ કરતા સફાઈ કામદારોને દૈનિક પગારથી ઓછા નાણાં ચૂકવાતા હોબાળો…

Charotar Sandesh

આણંદ : ડીઝલના અભાવે એસટીના કેટલાક રૂટો કેન્સલ થતા મુસાફરો રઝડ્યા

Charotar Sandesh