Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે ગુરૂવારે આણંદ જિલ્લાની મુલાકાતે આવશે : જાણો વિગત

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

રૂા. ૧૦૦૫ કરોડના ખર્ચે નિર્મિત તારાપુર-વાસદ છ (૬) માર્ગીય પેકેજ-રના માર્ગના લોકર્પણ સાથે રૂા. ૨૦૬.૯૩ કરોડના રાજયના છોટાઉદેપુર, મહેસાણા, સુરેન્‍દ્રનગર, ભાવનગર અને કચ્‍છ જિલ્‍લામાં માર્ગ-મકાન વિભાગ

સ્‍તકના વિવિધ છ વિકાસ કામોના ઇ લોકાર્પણ/ખાતમુહૂર્ત કરશે

મુખ્‍ય મંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ બોચાસણના બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિરની અને માણેજ ખાતેના મણીલક્ષ્‍મી જૈન તીર્થની પણ મુલાકાત લેશે

આણંદ : રાજયના મુખ્‍ય મંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ આજે તા. ૭/૧૦/૨૦૨૧ના રોજ આણંદ જિલ્‍લાની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્‍ય મંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના સૂચિત કાર્યક્રમ અનુસાર મુખ્‍ય મંત્રી શ્રી બપોરના ૨-૪૫ કલાકે પેટલાદ નગરપાલિકા ગ્રાઉન્‍ડ ખાતેના હેલીપેડ ખાતે આવી પહોંચશે. જયાં તેઓનું જિલ્‍લાના મહાનુભાવો અને જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા સ્‍વાગત કરવામાં આવશે. ત્‍યાંથી મુખ્‍ય મંત્રીશ્રી રોડ માર્ગે સીધા ધર્મજ ખાતેના જલારામ મંદિર ખાતે પહોંચી જલારામ મંદિરમાં પૂજા-અર્ચના દર્શન કર્યા બાદ બપોરના ૩-૧૦ કલાકે બોચાસણ પાસેના અક્ષરવાડી ખાતે રૂા. ૧૦૦૫ કરોડના ખર્ચે તારાપુર-વાસદના છ માર્ગીય માર્ગના લોકાર્પણની સાથે રાજયના છોટાઉદેપુર, સુરેન્‍દ્રનગર, ભાવનગર અને કચ્‍છ જિલ્‍લામાં માર્ગ-મકાન વિભાગ હસ્‍તકના રૂા. ૨૦૬.૯૩ લાખના ખર્ચે નિર્માણ પામનાર છ વિકાસ કામોના ઇ-લોકાર્પણ/ખાતમુહૂર્ત કરશે અને સભાને સંબોધશે. આ સમારોહમાં મુખ્‍ય મહેમાન પદે માર્ગ-મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદી જયારે અતિથિવિશેષપદે આણંદના સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ અને ધારાસભ્‍યb શ્રીઓ ઉપસ્‍થિત રહેશે. ત્‍યારબાદ મુખ્‍ય મંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ બોચાસણ ખાતે ટોલ પ્‍લાઝા ખાતે તકતીનું અનાવરણ કરશે.

મુખ્‍ય મંત્રીશ્રી ટોલ પ્‍લાઝા ખાતે તકતીનું અનાવરણ કર્યા બાદ બોચાસણ ખાતેના બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર અને માણેજ ખાતેના મણિલક્ષ્‍મી જૈન તીર્થ મંદિરની મુલાકાત લઇ પૂજા-અર્ચના-દર્શન કરી સંતો-મહંતોના આશીર્વાદ પ્રાપ્‍ત કરશે.

Other News : નશાબંધી પ્રચાર સપ્તાહ અંતર્ગત સુણાવ ખાતે વ્યસનમુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Related posts

દેવ દિવાળી નિમિત્તે નડિયાદ શ્રી સંતરામ મંદિર સવા લાખ દિવાથી ઝળહળી ઉઠ્યું

Charotar Sandesh

ધો.૧ર સામાન્ય પ્રવાહ : આણંદ ૭૦.૦૩ અને ખેડાનું ૬૩.પ૭ ટકા પરિણામ જાહેર

Charotar Sandesh

આણંદ જિલ્લામાં તા.૧૭મીના રોજ એક જ દિવસમાં ૮૧,૩૦૮ નાગરિકોને વેકસીન અપાઈ : વાંચો વિગત

Charotar Sandesh