Charotar Sandesh
ગુજરાત

દિવાળી તહેવાર પૂર્વે મીઠાઇ-ફરસાણના વેપારીઓ પર ફૂડ અને ડ્રગ્સની રાજયવ્યાપી તવાઇ : જાણો વિગત

ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ

ગાંધીનગર : દિવાળીનો તહેવાર ટાણે મીઠાઈ અને ફરસાણની દુકાનો ધમધમી છે, ત્યારે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તવાઈ બોલાવાઈ છે, રાજ્યના દરેક જિલ્લામાં મીઠાઈ અને ફરસાણની દુકાનો પર રેન્ડમ ચકાસણી પણ કરશે. જોકે અત્યાર સુધીમાં ૫૦૦ જેટલા નમૂનાઓ રાજ્યના અલગ અલગ જિલ્લા અને મહાનગરો માંથી લેવામાં આવ્યા છે.

ત્યારે હવે આવી રહેલા દિવાળી પર્વના પગલે રાજ્યના દરેક જિલ્લા અને મહાનગર પાલિકાઓમાં ખાસ ટીમ બનાવી ને સઘન ચેકીંગ કરવામાં આવશે

આ સાથે ગુજરાતમાં અવનવા તહેવારો દરમિયાન વિવિધ મીઠાઇ અને ફરસાણની દુકાનો ઉપર થી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દર વર્ષે ૧૫ હજારથી વધુ નમૂના લેવામાં આવે છે. જેમાંથી ૭ થી ૮ ટકા ખરાબ નમૂના સામે આવે છે. જોકે વિભાગ દ્વારા ચાલુ વર્ષે તબક્કાવાર લીધેલા નમૂનાઓમાં ૯૦૦ જેટલા ખરાબ નમૂના ના રિપોર્ટ સામે આવ્યા છે.

Other News : કોરોના જંગમાં ગુજરાતની આગવી સિદ્ધિ : ૭ કરોડ ૧ લાખથી વધુ વેક્સિન ડોઝ અપાયા, જાણો વધુ વિગત

Related posts

ગાંધીનગર મનપાનું આજે પરિણામ : લોકોમાં ઉત્સુકતા કોણ મારશે બાજી

Charotar Sandesh

મોંઘવારીની અસરે પતંગ-દોરાના ભાવમાં આ વર્ષે ૨૫ ટકાનો વધારો થયો

Charotar Sandesh

દારૂબંધી ? કચ્છમાં પોલીસે ખૂલ્લેઆમ કટિંગ થઇ રહેલ ૪૦ લાખનો દારુ ઝડપી પાડ્યો…

Charotar Sandesh