Charotar Sandesh
ગુજરાત

વિદેશમાં જવાની લાલચ આપી કબુતરબાજી કરતા એજન્ટોથી દૂર રહો : DGP

DGP આશીષ ભાટિયા

ગેરકાયદેસર રેકેટ જણાય તો તુરંત પોલીસને જાણ કરો

ગાંધીનગર : આજના યુવાધનને વિદેશમાં જવાની લ્હાય વધી રહી છે, ત્યારે કેટલાક લેભાગુ તત્ત્વો યુવાનોને ગેરમાર્ગે દોરી છેતરપીંડી આચરતા હોય છે.

ત્યારે પોલીસ વડા આશિષ ભાટિયાએ ગુજરાતવાસીઓને ખાસ અપીલ કરતા જણાવ્યું છે કે, વિદેશમાં જવાની લાલચ આપી કબુતરબાજી કરતા એજન્ટોથી દૂર રહો, અને ગેરકાયદેસર રેકેટ જણાય તો તુરંત પોલીસને જાણ કરો. તેમણે ગુજરાતમાંથી ગેરકાયદેસર વિદેશમાં ઘુસણખોરી, માનવ તસ્કરી અટકાવવા કડક પગલાં લેવા આદેશ આપ્યા છે. તેમજ કબૂતરબાજીના ગુનાઓ અટકાવવા સી.આઇ.ડી. ક્રાઇમના વડાને રાજ્ય સ્તરના નોડલ અધિકારી તરીકે નિમણુંક આપી છે.

ગેરકાયદેસર વિદેશ જવાની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા અને આવી ગુનાહીત પ્રવૃત્તિ સાથે સંકાળયેલ ઇસમો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવા DGP આશીષ ભાટિયાએ આદેશ આપ્યા છે

રાજય પોલીસ વડાએ આ બાબતને ખૂબ જ ગંભીર ગણી આ સંબંધે રાજ્યની સી.આઇ.ડી. ક્રાઇમ, માનવ તસ્કરી અંગે કામ કરતી ખાસ બ્રાંચ એવી એન્ટી હ્યુમન ટ્રાફીંકીંગ યુનિટ, રાજ્યની આઇ.બી., તથા આ પ્રકારની પ્રવૃત્તિ જ્યાં વધુ થાય છે તેમાં એકમો જેમાં અમદાવાદ શહેર, મહેસાણા વિગેરેના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક ખાસ બેઠક યોજી આ સબંધમાં ગહન ચર્ચા કરી હતી, અને જરૂરી સુચના અને માર્ગદર્શન આપી આવી ગેરકાયદેસર રીતે ચાલતી ગુનાહીત પ્રવૃત્તિ સદંતર નેસ્તનાબુદ થાય તે સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે.

રાજયમાંથી ગેરકાયદેસર રીતે અન્ય દેશોમાં ચાલતી ગેર કાયદેસર ઘુસણખોરી, માનવ તસ્કરી બાબતે વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે ડીજીપી દ્વારા રાજ્યની સી.આઇ.ડી. ક્રાઇમના વડાને રાજ્ય સ્તરના નોડલ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ સબંધમાં ગેરકાદેસર રીતે કામ કરતા ઇસમો (એજન્ટો) ઉપર વોચ રાખી, ગુનાહીત બાબત જણાઈ આવેથી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી છે.

Other News : જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાં રાજીનામું આપ્યું, હવે ભાજપ પાર્ટીમાં જોડાશે, પાટીલ સાથે ફોટો શેર કર્યો

Related posts

રાજ્યમાં ભાજપ-કોંગ્રેસ બાદ ત્રીજો મોરચો તૈયાર : આપની આતિશી માર્લેનાની સૂચક મુલાકાત…

Charotar Sandesh

લીંબડી વિધાનસભા બેઠક પર ભાજપના કિરીટસિંહ રાણાએ ૩૫૫૩૯ મતે મેળવી જીત…

Charotar Sandesh

ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયું, ૯ વર્ષમાં બીજીવાર તૂટ્યો રેકોર્ડ…

Charotar Sandesh