Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં રામજીની શોભાયાત્રા પર બે સ્થળે પથ્થરમારો : તોફાની ટોળાને કાબુમાં લેવા ટીયરગેસ છોડાયા

રામજીની શોભાયાત્રા

આ ઘટના બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પથ્થરમારાની ઘટના સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા

આજે રામનવમી નિમિત્તે વડોદરામાં ફરી વાર પથ્થરમારોની ઘટના સામે આવી છે. રામનવમીની શોભાયાત્રા દરમિયાન ફરી પથ્થરમારો થતાં અફડાતફડીનો માહોલ સર્જાયો છે.

વડોદરા જિલ્લામાં ફતેહપુરા બાદ કુંભારવાડાથી શોભાયાત્રા નીકળેલ, જેમાં કેટલાંક તોફાની તત્વોએ પથ્થરમારો કરેલ, આ સાથે કેટલાંક વાહનોમાં તોડફોડ પણ કરાઈ હતી, જે ઘટના બાદ પોલીસે ટોળાને કાબુમાં લેવા ટિયેરગેસના સેલ છોડ્યા હતા.

આ ઘટનાને ધ્યાને લઈ ભરૂચ અને ખેડાથી વધુ પોલીસનો કાફલો બોલાવાની ફરજ પડી હતી. આ ઘટનામાં આશરે ૩૫૦ પોલીસ કર્મચારીઓનો કાફલો વડોદરામાં બોલાવાયો હતો. હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

આ ઘટના બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પથ્થરમારાની ઘટના સામે કડક કાર્યવાહી કરવા જણાવેલ, સાથે આજે રાત્રે ૧૨ વાગ્યા પહેલા તોફાની તત્વોને પકડી પાડવા સૂચના આપી દેવાઈ છે, આ સાથે જિલ્લા કમિશનરે પણ સૌને શાંતિ જાળવવા અપીલ કરેલ છે.

Other News : દેશમાં રામનવમીની ભવ્ય ઉજવણી, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને કેન્દ્રિય ગૃહમંત્રીએ આપી શુભેચ્છા

Related posts

કોંગ્રેસ કૃષિ બિલના વિરોધમાં ૨૬ ડિસેમ્બરથી “ચલો ખેતરે-ચલો ગામડે” કાર્યક્રમ…

Charotar Sandesh

વડોદરામાં ડોર ટુ ડોર સર્વેક્ષણના ૧૪માં રાઉન્ડમાં કોરોનાના લક્ષણોમાં થયો ઘટાડો…

Charotar Sandesh

ઊંઝાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન : શનિવારે જ કરાયા હતા હોસ્પિટલમાં દાખલ

Charotar Sandesh