Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ જિલ્લામાં અક્ષયતૃતિયા દરમિયાન કે ગમે ત્યારે બાળલગ્ન કરાવનાર તમામ સામે કડક કાર્યવાહી કરાશે

બાળલગ્ન (child Marraige)

આણંદ : હાલના સમયમાં બાળ લગ્નોમાં ઘટાડો નોંધાયો છે, તેમ છતાં હજુય ઘણી જગ્યાએ કાયદાનો ડર ન હોય, તેમ ઘણા બાળ લગ્નો (child Marraige) કરાવતાં હોય છે, જેને લઈ હવે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જેમાં આણંદ જિલ્લામાં આગામી તા. ૦૩/૦૫/૨૨ના રોજ અક્ષય તૃતિયા પર્વ નિમિત્તે કે ગમે ત્યારે કરાવનાર લગ્નોમાં તંત્રની નજર રહેશે, અને તપાસમાં છોકરીની ઉંમર ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ કરતાં ઓછી હશે તો ફરિયાદ દાખલ કરી કડક કાર્યવાહી કરાશે, જેને લઈ આયોજકોએ ખાસ નોંધ લેવી તેમ બાળલગ્ન (child Marraige) પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ જણાવેલ છે.

લગ્નમાં છોકરીની ઉંમર ૧૮ અને છોકરાની ઉંમર ૨૧ વર્ષ કરતાં ઓછી જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે

કડક કાર્યવાહીમાં બાળલગ્ન (child Marraige) કરાવનાર, મેનેજમેન્ટ કરનાર કે મદદ કરનાર (બાળકના વાલી અથવા બાળકનો હવાલો ધરાવનાર વ્યકિત, લગ્નવિધિ કરાવનાર (તમામ ધર્મ), મેરેજમાં ભાગ લેનાર પણ જેમાં ૧૮ વર્ષથી ઉપરની દરેક વ્યકિત, યોજાતા સમૂહલગ્નોના આયોજક, મંડપ- ડેકોરેશન, કેટરર્સ, ફોટો-વિડીયોગ્રાફર વિગેરે) તેમજ પ્રત્યક્ષ/પરોક્ષ રીતે લગ્નપ્રસંગમાં સહભાગી થનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.

આ ગુનામાં ર વર્ષની કેદની સજા તેમજ ૧ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. આપણી આસપાસ, ગામ-શહેરમાં આ બાબતે લેખિત/મૌખિક ફરિયાદ આપવા કરવા માંગતા હોય તેઓને આણંદના અમૂલ ડેરી સામે, સરકીટ હાઉસની બાજુમાં, જૂની કલેકટર કચેરી, ખાતે બાળલગ્ન અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીને લેખિત/મૌખિક કે ફોન નંબર ૦૨૬૯૨-૨૫૦૯૧૦, ૨૫૩૨૧૦ કે ૧૦૯૮-ચાઇલ્ડ લાઇન, ૧૮૧-મહિલા હેલ્પ લાઇન અભ્યમ કે પોલીસને જાણ કરવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ જણાવ્યું છે.

Other News : ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા દ્વારા હાડગુડ ગામ ખાતે “સુપોષણ અભિયાન” નો કાર્યક્રમ યોજાયો

Related posts

આણંદ : પ્રોહિબિશનના ગુનામાં ૧ લાખની લાંચ માંગનાર બે પોલિસકર્મીઓને એસીબીએ ઝડપ્યા…

Charotar Sandesh

કોરોના મહામારીને પગલે લેવાયો નિર્ણય : ડાકોર મંદિર ત્રણ દિવસ બંધ રહેશે…

Charotar Sandesh

પુરગ્રસ્તો માટે આશીર્વાદરૂપ બનેલી વડોદરા શહેરની બાલ ગોકુલમ ચિલ્ડ્રન હોમ સંસ્થા…

Charotar Sandesh