Charotar Sandesh
ગુજરાત

ત્રીજી લહેરની આશંકા, રસી લેવા લોકોની ભીડ, અમદાવાદ-સુરતમાં લાઇન યથાવત

વેક્સીનેશન

અમદાવાદ/સુરત : રાજ્ય સરકાર દ્વારા વેક્સીન ફાળવણી કારણે તમામ કોરોના વેક્સીનેશન કેન્દ્ર રવિવારે વેક્સીનેશન બંધ હતા. શહેરમાં રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યું હતું પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોરોના વેક્સીનની ફાળવણી ન થતાં વેક્સીનેશન અભિયાન પર બ્રેક લાગી ગઇ હતી. હવે દર બુધવારે મમતા દિવસ અને રવિવારે રજાના કારણે તમામ રસીકરણ કેન્દ્ર બંધ રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.

અમદાવાદ અને સુરતમાં સોમવારે સવારથી જ રસીકરણ કેન્દ્રો પર રસી લેવા લોકોની ભીડ જામી હતી. સોમવારે વહેલી સવારથી જ લોકો રસી લેવા માટે ઉમટી પડ્યા હતા.

લોકો વેક્સીન લેવા માટે સવારે ચાર વાગ્યાથી લાઇનો લગાવીને ઉભા છે. રસીનો નજીવો ડોઝ કેન્દ્ર પર આવતો હોવાથી ઘણા લોકોએ નિરાશ થઇને ઘરે પરત ફરવું પડ્યું હતું. વિશ્વના અનેક દેશોમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાં રસી લેવા લોકોની ભીડ ઉમટી રહી છે. રસીકરણ કેન્દ્ર પર ૧૦૦થી ૧૫૦ ડોઝનો જથ્થો ઉપલબ્ધ છે.

રાજ્ય સરકાર દ્વારા સપ્તાહમાં બે દિવસ એટલે કે રવિવારે અને બુધવાર સિવાય પાંચ દિવસ જ તમામ રસીકરણ કેંદ્રો પર વેક્સીનેશનની અનુમતિ આપી છે. કોવેક્સીન કંપનીનો બીજો ડોઝ ૨૮ દિવસ બાદ આપવામાં આવે છે જ્યારે કોવિશીલ્ડ કંપનીનો બીજો ડોઝ ૮૪ દિવસ બાદ આપવામાં આવે છે. ૧ મેના રોજ ૧૮ થી ૪૪ ઉંમરવાળા યુવાનોને રજિસ્ટ્રેશન કરીને કોરોના વેક્સીન લગાવવાનું શરૂ કર્યું હતું.

Other News : ખાનગી સંચાલકોનું અલ્ટિમેટમ, ’બે દિવસમાં પરમિશન ન આપે તોપણ શાળા શરૂ કરી દઈશું’

Related posts

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ માનહાનિ કેસમાં સુરત કોર્ટમાં હાજરી આપી…

Charotar Sandesh

આગામી શનિ-રવિ સહિત તમામ જાહેર રજાના દિવસે ગુજરાતની તમામ RTO કચેરીઓ ચાલુ રહેશે…

Charotar Sandesh

બાઇક અને બે કાર વચ્ચે ત્રિપલ અકસ્માતઃ ત્રણનાં મોત

Charotar Sandesh