Charotar Sandesh
ઈન્ડિયા

ત્રીજી લહેરની આશંકા : ૧૫૦૦ ઓક્સિજન પ્લાન્ટ લગાવવા PMનો આદેશ

ત્રીજી લહેર

ન્યુ દિલ્હી : કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે કેન્દ્ર સરકારે તૈયારીઓ ઝડપી બનાવી છે. દેશમાં મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતાને લઈને પીએમ મોદીએ શુક્રવારે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી અને ૧૫૦૦ ઓક્સિજન પ્લાન્ટ લગાડવાના આદેશ આપ્યા હતા.

દેશમાં મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતાને લઇ વડાપ્રધાને ઉચ્ચસ્તરીય બેઠક યોજી

આ પ્લાન્ટ્‌સને દેશના વિવિધ ભાગોમાં લગાડવામાં આવશે. પીએમ મોદીએ આ બેઠકમાં અધિકારીઓને કહ્યું કે તેઓ નક્કી કરે કે આ કામ ખૂબ જ ઝડપથી શરૂ થાય. સાથે જ હોસ્પિટલના સ્ટાફને પણ ઓક્સિજન પ્લાન્ટ માટેનું સંચાલન કઈ રીતે કરવું તે માટેની ટ્રેનિંગ પર પણ ભાર મૂક્યો હતો.

આ ઓક્સિજન પ્લાન્ટ્‌સની ફન્ડિંગ પીએમ કેર્સ ફંડમાંથી કરાશે. આનાથી દેશમાં ચાર લાખ ઓક્સિજન બેડ તૈયાર કરવામાં મદદ મળશે. પીએમ મોદીએ આ બેઠકમાં કહ્યું કે, દરેક જિલ્લામાં એવા કેટલાક લોકો હોવા જોઇએ, જેમને ઓક્સિજન પ્લાન્ટ્‌સનું સંચાલન અને દેખરેખની દ્રષ્ટિએ ટ્રેનિંગ અપાય.

ભારતમાં માર્ચથી લઇને મે સુધી ચાલેલી કોરોનાની બીજી લહેરમાં મોટાપાયે કોરોનાના કેસ મળ્યા હતા. આટલું જ નહીં, પહેલી લહેરની સરખામણીએ બીજી લહેરમાં મોટાપાયે ઓક્સિજનની કમી જોવા મળી હતી. મુંબઇ, દિલ્હી, બેંગલુરુ સહિત દેશના તમામ શહેરોમાં મેડિકલ ઓક્સિજન, વેન્ટિલેટર બેડ્‌સ વગેરેની કમી જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે જ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કોરોનાની ત્રીજી સંભવિત લહેરને ધ્યાને લઈ ૨૩ હજાર કરોડથી વધુનું પેકેજ જાહેર કર્યું હતું. તેમાંથી ૧૫ હજાર કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર અને ૮ હજાર કરોડ રૂપિયા રાજ્ય સરકારો આપશે. આવતા વર્ષે માર્ચ પહેલા એટલે કે આગામી નવ મહિનામાં આ રકમને દેશમાં સ્વાસ્થ્ય વ્યવસ્થાને વધુ સારી કરવા પર ખર્ચ કરવામાં આવશે.


Other News : મોદી કેબિનેટના નવા કેન્દ્રીય મંત્રીઓ એક્શન મોડમાં : તમામે ચાર્જ સંભાળ્યો

Related posts

કોરોના કેર વચ્ચે મધ્યમ વર્ગને વધુ એક ફટકાર : પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને…

Charotar Sandesh

ગુરુવારે યોજાશે બીજા તબક્કાનું મતદાન,હેમાની સંપત્તિ ૨૫૦ કરોડથી વધારે ચૂંટણીના બીજા તબક્કામાં હેમા માલિની સૌથી ધનવાન ઉમેદવાર

Charotar Sandesh

દરેક નાગરિકને મફ્તમાં મળશે કોરોનાની વેક્સીન : પીએમ મોદી

Charotar Sandesh