Charotar Sandesh
આર્ટિકલ ઈન્ડિયા

ત્રીજી લહેરની ચેતવણી વચ્ચે દેશમાં કોરોના કેસોમાં થઈ રહેલો વધારો ક્યાં લઈ જશે ?

કોરોના (corona third wave)

વિશ્વભરમાં વિવિધ કુદરતી ઘટનાઓને લઈને આમ લોકોની પરેશાની વધતી ચાલી છે. વિશ્વના મોટાભાગના દેશો બે વર્ષથી કોરોના (corona) નો સામનો કરી રહ્યા છે. કેટલાક દેશો કોરોના મુક્ત પણ થઈ ગયા છે પરંતુ તે આંગળીને વેઢે ગણાય તેટલા છે. જ્યારે કે અમેરિકા, યુરોપ જેવા દેશોમાં બીજી લહેરે બઘડાટી બોલાવી દીધી છે.

વિશ્વના નિષ્ણાતોએ અને વૈજ્ઞાનિકોએ ત્રીજી લહેર (third wave) ત્રાટકવાની ચેતવણી આપતા વિશ્વના દેશોમાં ચિંતા ફરી વળી છે. ભારતમાં કોરોના લગભગ કંટ્રોલમાં આવી ગયો હતો પરંતુ કેરળ (keral) અને મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાએ વરવું સ્વરૂપ બતાવ્યું છે. કેરલ (keral corona) મા ૩૦ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૬૮ થી વધુના મોત થયા છે. કોરોના એ હવે પોતાનો કાળમુખો પંજો વધુ પસાર્યોછે.કર્ણાટક,તમિલનાડુ, મિઝોરમ રાજ્યમાં કેસો વધવા લાગ્યા છે..

છેલ્લા ૨૪ કલાકમાં ૪૬૮ થી વધુ મોત થયા છે જેમાં કેરલ (keral) માં ૧૫૬, મહારાષ્ટ્રમાં ૧૨૮ ના મૃત્યુ થયા છે

કેન્દ્ર સરકારે રસીકરણ કરવામાં વધુ ઝડપ વધારવા માટે વિશેષ ધ્યાન આપવા દરેક રાજ્યને જણાવવા સાથે આમ પ્રજાને ચેતવણી આપતા કહ્યું છે કે કોરોના હજુ ગયો નથી, અને દરેકે સાવચેત રહેવાની જરૂર છે. જ્યારે કે તબીબો અને નિષ્ણાતોના જણાવ્યા અનુસાર માસ્કનું પાલન કરવું જરૂરી છે.. તેમાં પણ વેક્સિન લીધેલ હોય તેવી વ્યક્તિઓએ પણ…… જો કે અનેક રાજયોએ કોરોના કંટ્રોલમા આવતા વ્યાપાર, ઉદ્યોગો, નાના-મોટા ધંધા, રોજગાર સહિતના તમામને મોટા ભાગની છૂટછાટો આપી દીધી છે. તો કેટલાક રાજ્યોમાં રાજકીય કાર્યક્રમો જોરશોરથી શરૂ થઈ ગયા છે.. જેમાં સંખ્યાની મર્યાદા હોવા છતાં મોટી ભીડ જામતી રહે છે.

બીજી તરફ જે તે રાજ્યમાં ધાર્મિક ઉત્સવો-તહેવારો તથા કાર્યક્રમો યોજવા પર સંખ્યા સહિત નિયમોનું પાલન કરવા સાથે મર્યાદાઓ નક્કી કરી તો આપી છે પરંતુ તેમા પણ માનવ ભીડ એકઠી થાય છે અને ત્યાં મોટા ભાગે માસ્કનો છેદ જ ઉડી ગયો હોય છે. જે ગંભીર બાબત બની રહેવાની સંભાવના છે.

Other News : છૂટાછેડા પૂર્વે બીજા લગ્ન માટે ઉતાવળી પત્ની ક્રૂર જ ગણાય : કોર્ટ

Related posts

બજેટ સત્ર : રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરશે કોંગ્રેસ સહિત ૧૬ પાર્ટીઓ…

Charotar Sandesh

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ…

Charotar Sandesh

કેન્દ્ર સરકાર પર દેવું વધીને ૧૦૧.૩ લાખ કરોડ રૂપિયા થયું : નાણાં મંત્રાલય

Charotar Sandesh