જમ્મુમાં આતંકીઓએ બસ પર ગ્રેનેડથી હુમલો કર્યો
નવીદિલ્હી : જમ્મુની મુલાકાતે PM નરેન્દ્ર મોદી ૨૪ એપ્રિલના રોજ જવાના છે. એવા સમયે જ તેના ઠીક બે દિવસ પહેલાં અહીં આતંકી હુમલો થતા સુરક્ષા એજન્સીઓએ આ અંગે તપાસ શરૂ કરી દીધી છે. પ્રધાનમંત્રી મોદી (PM modi) ની જમ્મુ મુલાકાત પહેલા સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ બસ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો.
પીએમ મોદીની જમ્મુ મુલાકાત પહેલાં અહીંના સમગ્ર વિસ્તારને હાઈઅલર્ટ રખાયો હતો
જોકે, આતંકી હુમલાને પગલે હાલ જમ્મુમાં ઠેર-ઠેર સર્ચ ઓપરેશન હાથ ધરીને સુરક્ષા એજન્સીઓ આંતકીઓનો ઈરાદો નાકામ કરવા પ્રયાસ કરી રહી છે. Jammu Kashmir ના ડી.જી.પી દિલબાગ સિંહે જણાવ્યું કે હાલ આ આતંકી હુમલાને પગલે પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છેકે, આતંકીઓ મોટા હુમલાની ફિરાકમાં હતા. આતંકીઓએ જમ્મુ-કાશ્મીરમાં અલગ-અલગ જગ્યાએ હુમલા કરવાનું કાવતરું ઘઢ્યું હતું.
આ સાથે જ જમ્મુ-કાશ્મીરના ADGP મુકેશ સિંહ જણાવ્યું હતુંકે, આતંકીઓ જમ્મુમાં ફિદાયીન હુમલાની ફિરાકમાં હતાં. હજુ પણ જમ્મુ-કશ્મીરના ભિતંડી સુંજવામાં આતંકીઓ સાથે અથડામણ ચાલુ છે. ફરી એકવાર આતંકીઓએ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળને પોતાનો નિશાનો બનાવી છે. આતંકીઓએ ચઢ્ઢા કેમ્પ પાસે સવારની પાળીમાં ફરજ પરના ૧૫ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ જવાનોને લઈ જતી બસ પર હુમલો કર્યો. આ હુમલામાં એક ASI શહીદ થયો હતો. તે જ સમયે, બે જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છેકે, તેને લઈને અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યાં છે.
પ્રધાનમંત્રી મોદી જમ્મુના પ્રવાસે જવાના હતા તેના ઠીક પહેલાં જ આતંકીઓએ આ હુમલો કર્યો છે. આ ઘટનાને પગલે હવે સુરક્ષા એજન્સીઓને પણ વધુ સર્તક થઈ ગઈ છે. જમ્મુના ચઢ્ઢા કેમ્પ નજીક કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળથી ભરેલી બસ પર હુમલો કર્યો હતો. આતંકીઓએ કરેલાં આ હુમલામાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના એક એ.એસ.આઈ શહીદ થયા છે.
Other News : વધુ એક પેપરકાંડ : પ્રાથમિક શાળામાંથી પરીક્ષાના પેપર ચોરાયા : રાજ્યમાં ધોરણ ૭ ની પરીક્ષા રદ્દ