Charotar Sandesh
ઈન્ડિયા

શ્રીનગરમાં આતંકવાદીઓનું મોટું કાવતરું નિષ્ફળ થયું : ૫ કિલો આઈઈડી બોમ્બ મળી આવ્યો

શ્રીનગર

સુરક્ષા દળોને સર્ચ દરમ્યાન ૫ કિલો આઈઈડી બોમ્બ મળી આવ્યો

નવીદિલ્હી : આ પહેલા ઓગસ્ટ મહિનામાં જમ્મુ-કાશ્મીર પોલીસને એક મોટી સફળતા મળી હતી. વાસ્તવમાં જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આતંકવાદીઓ રામ મંદિર અને પાણીપત રિફાઈનરી પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા.

જમ્મુમાંથી પકડાયેલા જૈશના ચાર આતંકવાદીઓ પાકિસ્તાનમાં જૈશ કમાન્ડરોના સંપર્કમાં હતા. તેમાંથી એકની ઓળખ ઉત્તર પ્રદેશના શામલીના રહેવાસી ઈઝહર ખાન તરીકે થઈ હતી. તેનું કામ રામ જન્મભૂમિ અને પાણીપત રિફાઈનરીની રેકી કરવાનું હતું. જો કે, જમ્મુ અને કાશ્મીર પોલીસે હુમલો કરતા પહેલા જ મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો.

જમ્મુના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ મુકેશ સિંહે કહ્યું હતું કે છેલ્લા ૨૦ થી ૨૫ દિવસથી અમે જૈશ મોડ્યુલ પર કામ કરી રહ્યા હતા.

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશનના ભાગરૂપે વાનપોરાના નેવા શ્રૃંગાર રોડ પરથી પાંચ કિલો IED જપ્ત કર્યું હતું

મળતી માહિતી મુજબ IED એક વાસણમાં મુકવામાં આવ્યો હતો. બોમ્બ ડિસ્પોઝલ ટીમે સ્થળ પર પહોંચીને આઈઈડીનો નાશ કર્યો હતો. આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. વાસ્તવમાં સુરક્ષા દળોને વાનપોરામાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ પુલવામા પોલીસ, ૫૦ RR અને ૧૮૩ Bn CRPF દ્વારા સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ દરમિયાન રસ્તાની બાજુમાં IED પડેલો મળ્યો હતો. જે બાદ કેટલાક શકમંદોને પૂછપરછ માટે લેવામાં આવ્યા છે. સમયસર કાર્યવાહી થતાં મોટી દુર્ઘટના ટળી હતી.

સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે, સુરક્ષા દળોએ હાઇવે પર ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના લોલાબ વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા IEDને નિષ્ક્રિય કરીને એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું. આતંકવાદીઓએ રસ્તાના કિનારે બે કિલોગ્રામ IED લગાવી દીધું હતું. ચોક્કસ માહિતી બાદ સેનાની ટીમે શંકાસ્પદ IEDને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. દરમિયાન, સવારે ૧૧.૩૦ વાગ્યે, BSF પેટ્રોલિંગ પાર્ટીને કુપવાડા-કાલારુચ હાઈવે પર પુલની બાજુમાં વાયર-કનેક્ટેડ બેટરી સાથે શંકાસ્પદ ધાતુ મળી આવી હતી.

Other News : કોરોના અને ઓમિક્રોનના કેસ મુદ્દે ભારતે કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ : ડો. ગુલેરિયા

Related posts

Breaking : અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદે આપ્યું રાજીનામું : શું ફરીથી એનસીપીમાં જોડાશે…?

Charotar Sandesh

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટ્યાના બે વર્ષમાં અન્ય રાજ્યના માત્ર બે વ્યક્તિઓ ખરીદી જમીન

Charotar Sandesh

યોગી આદિત્યાનાથને મળી ધમકી, કહ્યું – ૪ જ દિવસ બચ્યા છે…

Charotar Sandesh