Charotar Sandesh
વર્લ્ડ

ઓસ્ટ્રેલિયાના સાંસદે કોરોના મુદ્દે યોગી સરકારની ભરપેટ પ્રશંસા કરી

યોગી આદિત્યનાથ
ઓસ્ટ્રેલિયામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૧,૦૦૦ કેસ નોંધાયા

મેલબર્ન : કોરોના વાયરસ મહામારીના પ્રબંધનને લઈ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના સાંસદ ક્રૈગ કેલીએ પોતાના સત્તાવાર ટ્‌વીટર હેન્ડલ પરથી ટ્‌વીટ કરીને મુખ્યમંત્રી યોગીને બિરદાવ્યા છે. કોરોના નિવારણ માટે યુપીના સીએમ દ્વારા ભરવામાં આવેલા પગલાઓ ઓસ્ટ્રેલિયન સાંસદને એટલા ગમી ગયા કે તેમણે ઓસ્ટ્રેલિયાની મદદ માટે સીએમ યોગીને જ માગી લીધા હતા.

હકીકતે ક્રૈગ કેલીએ ૧૦ જુલાઈના રોજ પોતાના સત્તાવાર ટ્‌વીટર હેન્ડલ પરથી એક ટ્‌વીટ કરી હતી જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. ક્રૈગને યુપીનું કોરોના વાયરસ પ્રબંધન એટલી હદે ગમી ગયું કે તેઓ સોશિયલ મીડિયા પર સીએમ યોગીની પ્રશંસા કરવાથી પોતાને રોકી ન શક્યા.

તેમણે લખ્યું હતું કે, ભારતીય રાજ્ય ઉત્તર પ્રદેશ… શું એવો કોઈ રસ્તો છે કે જેના વડે તેઓ અમને થોડા દિવસ માટે પોતાના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આપી શકે અને તેઓ અમને આઈવરમેક્ટિન (દવા)ની તંગીમાંથી બહાર કાઢે. તેના કારણે અમારા રાજ્યમાં નિરાશાજનક સ્થિતિ સર્જાઈ છે.

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા હજુ પણ કોરોનાના કહેરનો સામનો કરી રહ્યું છે અને છેલ્લા ૨૪ કલાકમાં ત્યાં કોરોનાના ૩૧,૦૦૦ કેસ નોંધાયા હતા.

Other news : ડેલ્ટા વેરિએન્ટ ખતરનાક છે, દુનિયા સાવધ રહે : આરોગ્ય સંસ્થાની ચેતવણી

Related posts

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૯૦ લાખની નજીક, ૪.૬૭ લાખના મોત…

Charotar Sandesh

અમેરિકાના વોશીંગ્ટન ડીસીમાં આવેલા ભારતીય રેસ્ટોરન્ટમાં ICEની રેડ

Charotar Sandesh

આણંદના યુવાનનું અમેરિકામાં કોરોનાથી મોત થતાં પરિવારજનોમાં આઘાત…

Charotar Sandesh