Charotar Sandesh
ગુજરાત

બેન્કે ભૂલથી યુવકના ખાતામાં જમા કર્યા હજારો કરોડ રૂપિયા : યુવકે શેરબજારમાં રોકાણ કરી લાખોની કમાણી

બેન્કે ભૂલથી યુવક

અમદાવાદ : શહેરમાં એક અલગ જ ઘટના સામે આવી છે, જેમાં બાપુનગરમાં રહેનાર રમેશભાઈ સગર નામના યુવકના ખાતામાં બેન્કે ભૂલથી અધધ ૧૧૬૭૭ કરોડ રૂપિયા જમા કરી દીધા, જે બાદ વેપારી યુવકે આ પૈસાને બુદ્ધિથી શેરબજારમાં માત્ર અડધો કલાક રોકાણ કરીને ૫.૪૩ લાખનો નફો મેળવી લીધો હતો.

આ ઘટના અમદાવાદમાં ટોન ઓફ ધ ટાઉન બની છે

પ્રાપ્ત માહિતી અનુસાર, તારીખ ૨૬ જુલાઈના રોજ સવારના ૧૧ઃ૩૦ કલાકે રમેશભાઇ સગર નામની વ્યક્તિના કોટક સિક્યુરિટી ડિમેટ એકાઉન્ટમાં ભૂલથી ૧૧૬૭૭ કરોડ રૂપિયા જમા થયા હતા, દરમ્યાન યુવકે ચોંકી જઈ બુદ્ધિનો ઉપયોગ કરેલ.

જે બાદ યુવકે બેંક આ રૂપિયા પરત ખેંચે તે પહેલા તેને માત્ર અડધો કલાક માટે જ ૧૧૬૭૭ કરોડમાંથી ૨ કરોડ જેટલી રકમ શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દીધેલ. જેમાં તેનું નસીબ કામ કરતા તેને ૫.૪૩ લાખ જેટલો નફો થયો હતો. કહેવાય છે ને ઉપર વાલા જબ ભી દેંતા દેતા છપ્પડ ફાડ કે… આ વાક્ય યુવકના જીવનમાં સાચી સાબિત થઈ છે.

Other News : ગુજરાતમાં વરસાદી માહોલ : ૫૨ તાલુકાઓમાં મેઘરાજાની ધુંઆધાર બેટિંગ : સાર્વત્રિક વરસાદ

Related posts

દાહોદમાં રૂ. ૨૨ હજાર કરોડના વિકાસ કામોની સોગાદ ધરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી

Charotar Sandesh

રાજ્યમાં ધો.૧૨ સાયન્સ અને ગુજકેટનું આજે પરિણામ જાહેર થશે : સવારે ૧૦ કલાકે જુઓ એક ક્લીક પર

Charotar Sandesh

કોરોનામાં પણ લોનથી ટુ-વ્હીલર લેનારા મધ્યમ વર્ગ પર હપ્તા વસૂલી માટે દાદાગીરી-માનસિક ત્રાસ…

Charotar Sandesh