Charotar Sandesh
ગુજરાત

દેશની સૌથી મોટી આ ક્વિઝ 75 દિવસ સુધી રાજ્યભરમાં યોજાશે : રપ કરોડથી વધુ રકમના ઇનામો

Grand Finale મેગા ક્વિઝ (quiz)

ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (quiz) વિજેતાઓ માટે ઇનામો-પુરસ્કારોની વણઝાર ક્વિઝની વિશેષતાઓ

PM નરેન્દ્રભાઇ મોદીના આગામી જન્મદિવસ તા. ૧૭મી સપ્ટેમ્બરે અમદાવાદમાં સ્પર્ધાનું Grand Finale ભવ્ય સમાપન કરાશે-સ્પર્ધાના તમામ સ્પર્ધકોને સહભાગી કરાશે

Gandhinagar : સમગ્ર સ્પર્ધા દરમ્યાન રૂ. રપ કરોડથી વધુ રકમના ઇનામો આપવામાં આવશે, શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત ક્વિઝ (quiz) માં ધો.૯ થી ૧૨ શાળા કક્ષાના, કોલેજો અને યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ ઉપરાંત રાજ્યના પ્રજાજનો પણ ભાગ લઇ શકે. રાજ્યકક્ષાની ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝ (quiz) માં 75 શાળા કક્ષાના અને 75 કોલેજ કક્ષાના એમ કુલ 150 વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરાશે.

ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝ (quiz) માં કોલેજ કક્ષાના પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમે વિજેતાઓને અનુક્રમે 5 લાખ, 3 લાખ અને 1.5 લાખ ઇનામ આપવામાં આવશે, Grand Finale મેગા ક્વિઝ (quiz) માં શાળા કક્ષાના પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમે વિજેતાઓને અનુક્રમે 3 લાખ, 2 લાખ અને 1 લાખ ઇનામ આપવામાં આવશે.

પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ (online quiz) તાલુકા – નગરપાલિકા/વોર્ડ કક્ષાએ, દ્વિતીય તબક્કામાં જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાએ, ત્રીજા અને અંતિમ તબક્કામાં ઓફલાઈન ક્વિઝ (offline quiz) રાજ્ય કક્ષાએ યોજશે.

આ ક્વિઝ અઠવાડીયામાં દર રવિવારથી ચાલુ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે અને દર શનિવારે વિજેતા જાહેર થશે

દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સિટી વિભાગને પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો ૨૦ મિનિટનો અને ક્વિઝમાં ૨૦ ક્વિઝ રહેશે. દરરોજ ૨૫૦ ક્વિઝ (quiz)ની ડિજીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે.

દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ તેમજ યુનિવર્સિટીના વિભાગનાં દસ-દસ અને પ્રજાજનોમાંથી ૨૦ વિજેતાઓ જાહેર કરાશે.

તાલુકા કક્ષાની સ્પર્ધામાં ૧.૫૦ લાખ વધુ વિજેતાઓના પરિવારના ચાર સદસ્યોને એક વર્ષ દરમ્યાન સાયન્સ સિટીની વિનામૂલ્યે સ્ટડી ટૂર કરાવાશે. જિલ્લા કક્ષાએ ક્વિઝના ૮૨૦ વિધાર્થીઓ અને ૪૧૦૦ પ્રજાજનો વિજેતાઓને ઝોન વાઇઝ બે દિવસ પ્રવાસનો લાભ અપાશે. રાજ્ય કક્ષાએ યોજાનારી ક્વિઝના ૧૫૦ વિધાર્થીઓ અને ૭૫૦ પ્રજાજનો વિજેતાઓને ઝોન વાઇઝ ત્રણ દિવસ પ્રવાસનો લાભ અપાશે.

Other News : આનંદો : બે વર્ષથી બંધ એવા અંબાજીના ભાદરવી પૂનમના મેળાને મંજૂરી મળી

Related posts

Live : વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે, કેટલી સ્પીડે ફુંકાશે પવન… તે જાણવા ક્લીક કરો

Charotar Sandesh

શિક્ષકોને પગાર આપવા રાજ્ય સરકાર સામે શંકરસિંહ બાપૂએ બાંયો ચઢાવી…

Charotar Sandesh

ગુજરાતમાં રેકોર્ડબ્રેક : ગીરસોમનાથ બાદ આ શહેરમાં પેટ્રોલની કિંમત રૂપિયા ૧૦૦ને પાર

Charotar Sandesh