Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

વરસાદનો ત્રીજો રાઉન્ડ આ શહેરોમાં ભૂક્કા બોલાવી દેશે : આગામી ૭ દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી

સામાન્ય વરસાદ

વડોદરા : રાજ્યમાં ચોમાસું બરોબરનું જામ્યું છે, ત્યારે આગામી ૭ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની વર્તારો કરાયો છે જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ભરૂચ, વડોદરામાં મેઘરાજા વરશસે. ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરી છે.

Advertisement

ગુજરાત રિજયન તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ભરૂચ વડોદરા, જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ રહેશે

૧૮ જુલાઈ બાદ વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાત તરફ વરસાદ રહેશે. અમદાવાદમાં છુટોછવાયો અને ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે. દક્ષિણ યુપી તરફ સર્કક્યુલેશનના કારણે વરસાદી માહોલ જોવા મળશે.

ગુજરાતમાં સિઝનનો હાલ સુધી ૬૦ ટકા ઉપર વરસાદ નોંધાયો છે. જ્યારે ગુજરાત રિજયનમાં હાલ સુધી ૪૧ ટકા વધુ જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૧૮૦ ટકા વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં ૪ થી ૮ ઇંચ જેટલો વરસાદ પડે તેવી શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ૧૦-૧૨ ઇંચ વરસાદ રહી શકે છે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ રહેશે.

Other News : આણંદમાં નવી સિવીલ હોસ્પિટલ સહિત શહેરમાં નવા માર્ગોના કામો ઝડપથી પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટરે કર્યો અનુરોધ

Related posts

ગુજરાત અને હિમાલચ પ્રદેશ વિધાનસભા ચૂંટણી જાહેર થવાની શક્યતા : ઈલેક્શન કમિશનની આજે પ્રેસ કોન્ફરન્સ

Charotar Sandesh

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે : શાહ-મોદીનેે મળશે

Charotar Sandesh

ભરતસિંહ સોલંકીને અમદાવાદના સીમ્સ હોસ્પીટલમાં ખસેડાયા : તબિયત સુધારા પર હોવાનું જણાયું…

Charotar Sandesh