Charotar Sandesh
ઈન્ડિયા

ડોલર ઉછળીને નવ મહિનાની ટોચે પહોંચ્યો

ડોલર (USA dollar)

મુંબઈ : અમેરિકામાં હાલ સ્ટીમ્યુલ્સના સ્વરૂપમાં ફેડરલ રિઝર્વ દ્વારા દર મહિને સરેરાશ મંથલી આશરે ૧૨૦ અબજ ડોલરનું બોન્ડ બાઈંગ કરવામાં આવે છે અને હવે ત્યાં ફુગાવો વધતાં તથા અર્થતંત્રમાં રિકવરીના સંકેતો મળતાં આગળ ઉપર ત્યાં આવા બોન્ડ બાઈંગનું પ્રમાણ ચાલુ વર્ષના અંત સુધીમાં ઘટાડવામાં આવશે એવા સંકેતો ફેડરલ રિઝર્વની છેલ્લી મિટિંગની બહાર પાડવામાં આવેલી મિનિટસમાં વહેતા થયા છે અને આની અસર વૈશ્વિક કરન્સી બજારમાં ડોલર (USA dollar)ના ભાવ પર પોઝીટીવ પડી હોવાનું કરન્સી બજારના જાણકારોએ જણાવ્યું હતું.

વિશ્વબજારમાં આજે ડોલરના ભાવ ઉછળી નવ મહિનાની ટોચે પહોંચ્યા હતા

વિશ્વબજારમાં આજે ડોલર (USA dollar) સામે વિશેષરૂપે યુરોપીયન કરન્સી યુરોના ભાવ તથા ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની કરન્સીના ભાવમાં નોંધપાત્ર પીછેહટ દેખાયાના નિર્દેશો હતા. ડોલર (USA dollar) સામે યુરોના ભાવ ઘટી ૧/૧૬૮૪ ડોલર રહ્યા હતા જ્યારે ન્યુઝીલેન્ડની કરન્સી ઘટી ૦/૬૮૪૮ ડોલરના મથાળે ટ્રેડ થતી જોવા મળી હતી. બેંક હોલીડેના કારણે મુંબઈ કરન્સી બજાર આજે બંધ રહી હતી.

દરમિયાન, ઓસ્ટ્રેલીયન ડોલરના ભાવ ઘટી ૦/૭૨૧૨૫ ડોલર થઈ ૦/૭૨૫૬૫ ડોલર બોલાઈ રહ્યા હતા. ઓસ્ટ્રેલીયામાં જોબગ્રોથના આંકડા સારા આવતાં ઓસ્ટ્રેલીયન ડોલરના ભાવ ઘટયા મથાળેથી સહેજ વધી આવ્યા હતા. વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ઈન્ડેક્સ વધી ૯૩.૩૪થી ૯૩.૩૫ના સ્તરે પહોંચ્યો હતો. અમેરિકામાં ફેડરલ રિઝર્વની છેલ્લી મિટિંગ ૨૭- ૨૮ જુલાઈના મફ્રી હતી અને આ મિટિંગની મિનિટ્‌સ બુધવારે બહાર પડી હતી.

અમેરિકામાં હવે પછી રોજગારીની તકો કેવી વધે છે તેના પર નજર રાખવામાં આવી રહી છે એવું ફેડરલ રિઝર્વના સૂત્રોએ જણાવ્યું હતું. સરકાર જ્યારે બોન્ડ બાઈંગ ઘટાડે છે ત્યારે નાણા બજારમાં કરન્સીની પ્રવાહીતા ઘટતી હોય છે અને કરન્સીના ભાવ ઉંચકાતા હોય છે. હવે ફેડરલ રિઝર્વનું વાર્ષિક સંમેલન ૨૬- ૨૮ ઓગસ્ટમાં યોજવામાં આવનાર છે અને તેના પર કરન્સી બજારના સૂત્રોની નજર રહી છે. ન્યુઝીલેન્ડમાં વ્યાજના દર વધશે એવી શક્યતા તાજેતરમાં બતાવાતી હતી પરંતુ ત્યારબાદ ત્યાં કોરોનાના કેસો બહાર આવતાં ત્યાં વ્યાજ દરનો વધારો પાછો ઠેલવામાં આવ્યાના નિર્દેશો હતા અને તેની અસર વિશ્વબજારમાં ન્યુઝીલેન્ડની કરન્સી પર નબળાઈની જોવા મળી હતી. ન્યુઝીલેન્ડ ઉપરાંત ઓસ્ટ્રેલીયામાં પણ ડેલ્ટા વાયરસના કેસો વધ્યા છે.

Other News : અફઘાનિસ્તાનમાં તાલીબાનીઓ સામે દેશવાસીઓ દ્વારા આઝાદીની લડત શરૂ કરાઈ

Related posts

‘બાઝીગર’ના શૂટિંગ સમયે કાજાલથી નારાજ હતી ઃ શિલ્પા શેટ્ટી

Charotar Sandesh

કોઇ પણ મુદ્દે વિરોધ કરવાનો અધિકાર બેમર્યાદ હોઇ શકે નહીંઃ સુપ્રિમ કોર્ટ

Charotar Sandesh

કૃષિ કાયદાએ ખેડૂતોને નવા વિકલ્પ આપ્યા, કેટલાક લોકો ભ્રમ ફેલાવે છ : મોદી

Charotar Sandesh