Charotar Sandesh
સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયાના ગુજરાતી ક્રિકેટર પાર્થિવ પટેલના પિતાનું થયું નિધન

ક્રિકેટર પાર્થિવ પટેલ

અમદાવાદ : પાર્થિવની કારકિર્દીની શરૂઆત સારી રીતે થઈ હતી, પરંતુ સિંહ ધોનીના આગમન પછી ૨૦૦૪માં તેમની કારકિર્દીનાં વળતાં પાણી શરૂ થયાં. ધોનીના સારા દેખાવના પગલે પાર્થિવને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. એ પછી પાર્થિવને તક મળી પણ તે ભારતીય ટીમમાં જામી નહોતા શક્યા.

પાર્થિવ પટેલે ૮ ઓગસ્ટ, ૨૦૦૨ના રોજ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ, ૪ જાન્યુઆ ૨૦૦૨ના રોજ ન્યૂઝીલેન્ડ સામે વન ડે ડેબ્યૂ અને ૪ જૂન, ૨૦૧૧ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-૨૦ ડેબ્યૂ કર્યુ હતું. જાન્યુઆરી ૨૦૧૮મા તે સાઉથ આફ્રિકા સામે અંતિમ ટેસ્ટ અને ફેબ્રુઆરી ૨૦૧૨માં ઈંગ્લેન્ડ સામે અંતિમ વન ડે રમ્યો હતો. પાર્થિવે ૨૫ ટેસ્ટની ૩૮ ઈનિંગમાં ૮ વખત નોટ આઉટ રહીને ૯૩૪ રન બનાવ્યા છે. જેમાં તેણે ૬ અડધી સદી ફટકારી છે અને તેનો સર્વોચ્ચ સ્કોર ૭૧ રન છે.

૩૮ વન ડેની ૩૪ ઈનિંગમાં તેણે ૪ અડધી સાથે ૭૩૬ રન ફટાકાર્યા છે. વન ડેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર ૯૫ રન છે. જ્યારે ૨ ટી૨૦માં ૧૧૨.૫ના સ્ટ્રાઇક રેટથી ૩૬ રન બનાવ્યા છે. આઈપીએલની ૧૩૯ મેચમાં તેણે ૧૨૦.૮ના સ્ટ્રાઇક રેટથી ૨૮૪૮ રન બનાવ્યા છે. આઈપીએલમાં પાર્થિવે ૧૩ અડધી સદી મારી છે અને શ્રેષ્ઠ સ્કોર ૮૧ રન છે.ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અને મૂળ અમદાવાદના ખેલાડી પાર્થિવ પટેલના પિતાનું નિધન થયું છે. પાર્થિવ પટેલે ટ્‌વીટ કરી આ અંગે જાણકારી આપી છે.

પૂર્વ ભારતીય ક્રિકેટરે ટવીટ કરીને જાણકારી આપી કે, ’મારા પિતા અજયભાઈ બિપિનચંદ્ર પટેલનું ૨૬ સપ્ટેમ્બર નિધન થયું છે.’ પાર્થિવ પટેલે માત્ર ૧૭ વર્ષની વયે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું. પાર્થિવ પટેલ ભારત તરફથી ૨૫ ટેસ્ટ, ૩૮ વનડે અને ટી ૨૦માં પ્રતિનિધિત્વ કર્યુ છે.

Other News : પિતાના નિધનથી SRH બેટ્‌સમેન શેરફાન રધરફોર્ડ આઈપીએલમાંથી બહાર

Related posts

આજે રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો : બંને ટીમના આ બે પ્લેયર્સ ઈજાગ્રસ્ત થતા બહાર

Charotar Sandesh

નીતા અંબાણી FSDL અંડર-૧૭ વિમેન્સ ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરશે…

Charotar Sandesh

ધોનીના સ્થાનને ભરવું એ એક મોટો કમાલ છે : પંત

Charotar Sandesh