Charotar Sandesh
બોલિવૂડ વર્લ્ડ

ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ ૨૫ દેશોમાં ૩૫૦ સ્ક્રીન્સમાં રિલીઝ કરવામાં આવી

ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ

USA : ભારતમાં ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ ખુબ જ ચર્ચામાં છે, ત્યારે આ ફિલ્મે માત્ર આઠ દિવસમાં ૧૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે અને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. કાશ્મીરી પંડિતોના નરસંહાર પર આધારિત આ ફિલ્મ માત્ર સ્થાનિક બજારમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ પોતાની ચમક ફેલાવી રહી છે. સિંગાપોર અને ન્યુઝીલેન્ડ જેવા મુખ્ય પ્રદેશોને છોડીને ફિલ્મે પ્રથમ સપ્તાહમાં પસંદગીના દેશોમાં રૂ. ૧૧.૪ કરોડનું કલેક્શન કર્યું છે.

શરૂઆતમાં આ ફિલ્મ ૯ દેશોમાં માત્ર ૧૦૦ સ્ક્રીનમાં રિલીઝ થઈ હતી.

જો કે વધતી માંગને જોતા, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ૨૫ દેશોમાં ૩૫૦ સ્ક્રીન્સમાં રિલીઝ કરવામાં આવી. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ઉત્તર અમેરિકામાં ૭.૫૯ કરોડ, યુકેમાં રૂ. ૧.૨૧ કરોડ અને ઓસ્ટ્રેલિયામાં રૂ. ૧.૯૮ કરોડ. આ ફિલ્મે તેના પ્રથમ સપ્તાહમાં ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની બોક્સ ઓફિસની ટોપ ૧૦ ફિલ્મોની યાદીમાં પણ પ્રવેશ કર્યો છે.

એટલું જ નહીં, ઓસ્ટ્રેલિયાના ગેરાલ્ડટન, બનબરી, પોર્ટ હેડલેન્ડ જેવા નાના શહેરોમાંથી પણ આ ફિલ્મની માંગ વધી રહી છે, જ્યાં આ પહેલા કોઈ ભારતીય ફિલ્મ રિલીઝ થઈ નથી. બીજા શુક્રવારે ફિલ્મે પહેલા દિવસ કરતાં ૫૦૦ ટકાથી વધુ કમાણી કરી છે. તમને જણાવી દઈએ કે, ભારતીય સિનેમામાં આવું પહેલા ક્યારેય બન્યું નથી. વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મે અત્યાર સુધીમાં ૧૧૬.૪૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એ ૮મા દિવસે ૧૯.૧૫ કરોડ રૂપિયાની કમાણી કરીને રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીને સરકારે રૂ શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત મોટો બિઝનેસ કરી રહી છે. વિવેક અગ્નિહોત્રીએ પોતાની ફિલ્મમાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારની કહાની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સમા બતાવી છે.

  • Yash Patel

Other News : ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ ૨૫ દેશોમાં ૩૫૦ સ્ક્રીન્સમાં રિલીઝ કરવામાં આવી

Related posts

કાજોલનો ‘તાનાજી ધ અનસંગ વોરિયર’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ…

Charotar Sandesh

ભારતીય મૂળના અમેરિકન ભવ્યા લાલ નાસાના કાર્યકારી પ્રમુખ બન્યા…

Charotar Sandesh

નેશનલ ઍવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મના પીઢ અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું નિધન

Charotar Sandesh