આચાર્ય મહારાજ તથા સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને વરિષ્ઠ સંતોના હસ્તે ટપાલ ટિકીટ તથા કવરનું વિમોચન કરાયું
નડિયાદ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ચાલતા કાર્તકી સમૈયાની દેવદિવાળીના શુભદિને બપોરે પૂર્ણાહુતિ સત્ર ઐતિહાસિક બની રહ્યું. કથાની સમાપ્તિબાદ શાસ્ત્રી ભક્તિપ્રકાશ સ્વામીની પ્રેરણાથી મેતપુરના ભક્તો દ્વારા મુંબઈ મંદિર માટે તૈયાર થયેલા ૪ કીલોના સુવર્ણના મૂગટની અર્પણવિધિ થઈ. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોને આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા તથા ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્રશ્રી જયેન્દ્રસિંહ જાદવે સંસ્થા વતી શબ્દપુષ્પોથી સ્વાગત કર્યું. ત્યારબાદ સંપ્રદાયના અનુયાયીઓ માટે ગૌરવાસ્પદ પ્રસંગ ઉજવાયો.
વડતાલ મંદિરના કોઠારી ર્ડા.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ગુજરાતના એકમાત્ર સુવર્ણ મંદિર વડતાલધામમાં આવેલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ – શ્રી હરિકૃષ્ણ મહારાજના મંદિરની , ભારત સરકારે પ્રકાશિત કરેલ “સ્પેશ્યલ પોસ્ટલ સ્ટેમ્પ” તથા “સ્પેશ્યલ કવર” નું વિમોચન આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, મોટા લાલજી શ્રી સૌરભપ્રસાદજી, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, નૌતમપ્રકાશ સ્વામી – સત્સંગ મહાસભા પ્રમુખ, ર્ડા.સંતવલ્લભ સ્વામી – મુખય કોઠારીશ્રી, પ્રભુચરણ સ્વામી (સુરત) ભારત સરકારના સંચારમંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડીયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જયેન્દ્રસિંહ જાદવ – ગુજરાત સાહિત્ય અકાદમી અને પોસ્ટ ખાતાનાં અધિકારીશ્રીઓ સહિત વડીલ સંતોના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે સંતો અને હરિભક્તોને આર્શીવચન પાઠવતા જણાવ્યું હતું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણે વડતાલમાં બાંધેલ કાર્તિકી અને ચૈત્રી સમૈયામાં પોતાના આશ્રિતોને વણતેડે વડતાલ આવવાની આજ્ઞા કરી છે. તા.ર૧ નવેમ્બર થી તા.ર૭ નવેમ્બર સુધી ચાલેલ કાર્તકી સમૈયામાં આવેલ સૌ સત્સંગી હરિભક્તોનું આરાધ્ય ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ એવં શ્રી લક્ષ્મીનારાયણ દેવ , આપ સર્વેનું મંગલ વિસ્તારે, આપના જીવનમાં શ્રીહરિ સુખ-શાંતિ અર્પે, તેમજ આપનું સ્વાસ્થ્ય નિરોગી રાખે તેવી શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના…
સમૈયા દરમ્યાન ૬પ ગામનાં ૧૩૯૦ હરિભક્તો પદયાત્રા દ્વારા વડતાલ આવ્યાં. શ્રીહરિએ પ્રર્વતાવેલ કાર્તિકી અને ચૈત્રી સમૈયામાં વણતેડે વડતાલ આવવાની હરિભક્તોને આજ્ઞા કરી છે. ત્યારે ચરોતર, કાનમના ૬પ ગામનાં ૧૩૯૦ હરિભક્તો પદયાત્રા દ્વારા વડતાલ સમૈયામાં પધાર્યા હતા અને કથા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
Other News : દેવ દિવાળી નિમિત્તે નડિયાદ શ્રી સંતરામ મંદિર સવા લાખ દિવાથી ઝળહળી ઉઠ્યું