Charotar Sandesh
વર્લ્ડ

ખુશખબર : આગામી આ તારીખથી અમેરિકાના દરવાજા ખુલશે બંને ડોઝ લેવાવાળા માટે

USA : કોરોનાના નવા કેસો અને હોસ્પિટલમાં સારવાર મેળવનારા દર્દીઓની સંખ્યા ઘટવાને પગલે કોરોના નિયંત્રણો પણ હળવા કરવામાં આવી રહ્યા છે. જો કે મરણાંક હાલ સરેરાશ રોજ ૧૭૦૦નો છે જે પખવાડિયા પૂર્વે ૧૫૦૦ હતો. જ્યાં રસી લેનારાનું પ્રમાણ ઓછું છે ત્યાં કોરોનાના કેસો વધારે નોંધાઇ રહ્યા છે. નોર્થ ડાકોટા, વ્યોમિંગ, અલાસ્કા અને મિનેસોટામાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આ વિસ્તારોમાં ૬૭ ટકા વસ્તીનું રસીકરણ થઇ ગયું છે.

જો કે વ્યોમિંગમાં રસીકરણ ૪૩ ટકા અને વેસ્ટ વર્જિનિયામાં તો તેનાથી પણ ઓછું છે. જેને કારણે આ વિસ્તારોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. વળી જ્યાં સો કરતાં વધારે કર્મચારીઓ કામ કરતા હોય તેવા દરેક બિઝનેસમાં કામના સ્થળે રસીકરણ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે.

ભારત સહિત તમામ દેશોના કોરોનાની બે રસીઓ લેનારા પ્રવાસીઓ માટે આઠમી નવેમ્બરથી યુએસએના દરવાજા ખૂલી જશે

રશિયામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૬,૪૪૬ કેસો નોંધાયા છે અને ૧૧૦૬ જણાના મોત થયા છે. પ્રમુખ પુતિને સ્થાનિક અધિકારીઓને ૬૦ વર્ષ કરતાં વધારે વયના લોકો જેમણે રસી ન લીધી હોય તેમને ઘરમાં જ રહેવાનો તથા નાઇટ કલબો અને અન્ય મનોરંજન સ્થળો બંધ કરવાનો આદેશ આપવા જણાવ્યું છે. આ ઉપરાંત જાહેર પરિવહનમાં માસ્ક પહેરવાના નિયમનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે.

ભારત સહિત તમામ દેશોના કોરોનાની બે રસીઓ લેનારા પ્રવાસીઓ માટે આઠમી નવેમ્બરથી યુએસએના દરવાજા ખૂલી જશે. આ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ તેમના દેશમાં ફલાઇટ પકડતા પૂર્વે કોરોના નેગેટિવ હોવાનો પુરાવો દર્શાવવો પડશે તેમ વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું.

આ જાહેરાત સાથે તમામ દેેશો અને તમામ પ્રાંતો પરથી યુએસ દ્વારા તમામ પ્રવાસ નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે

એક અધિકારીએ જણાવ્યું હતું કે આ નવી ઇન્ટરનેશનલ એર ટ્રાવેલ સિસ્ટમ હેઠળ વિદેશી પ્રવાસીઓએ યુએસએમાં વિમાનપ્રવાસ કરવા માટે કોરોનાની બંને રસીઓ લીધેલી હોવી જોઇશે. નવી સિસ્ટમમાં ટેસ્ટિંગ જરૂરિયાતોને કડક બનાવવામાં આવી છે, કોન્ટેેકટ ટ્રેસિંગ અને માસ્ક પહેરવા પર પણ ભાર મુકવામાં આવ્યો છે. અમેરિકનોની અને ઇન્ટરનેશનલ એર ટ્રાવેલની સુરક્ષા માટે આ કડક સુરક્ષા પ્રોટોકોલને અનુસરવામાં આવશે.

  • Nilesh Patel

Other News : USA : પોકેમોન કાર્ડ ખરીદવામાં અમેરિકાની સરકાર પાસે લીધા ૪૫ લાખની લોન

Related posts

પાકિસ્તાન દુનિયાનો સૌથી ખતરનાક દેશ : અમેરિકાના પૂર્વ સંરક્ષણ મંત્રી

Charotar Sandesh

અમેરિકાએ ચીની બનાટવના ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો…

Charotar Sandesh

અમેરીકામાં શ્રીનાથજી હવેલી અર્વાઈન મુકામે હોલી ઉત્સવ ઉજવાયો…

Charotar Sandesh