Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે આ તારીખે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત

ગાંધીનગર : કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકાર્યા છે, ત્યારે હવામાન વિભાગે આગામી ૨૧ અને રર એપ્રિલે કમોસમી વરસાદની આગામી કરી છે, ત્યારે બીજી તરફ ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. આ બાબતે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

વધુમાં હવામાન વિભાગ ડિપાર્ટમેન્ટની આગાહી અનુસાર ૨૧ એપ્રિલના રોજ ભરૂચ, સુરત, વડોદરાથી લઈ તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર અને સંઘ પ્રદેશ દિવમાં, જ્યારે બીજી તરફ ૨૨ એપ્રિલના રોજ ફરી ભરૂચ, સુરતથી લઈ તાપી, વલસાડ, નવસારી અને અમરેલીમાં ૪૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સાથે વરસાદ વરસવાની આગાહી કરાઈ છે.

ગત રવિવારે નવ શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર થઈ ગયેલ, જેને લઈ જનતા ત્રાહિમામ પોકારી હતી

વિગતવાર જોઈએ, તો રવિવારના રોજ રાજકોટમાં સૌથી વધુ ગરમી, અમદાવાદમાં ગરમીનો પારો ૪૨.૪ ડિગ્રી, સુરેંદ્રનગરમાં રવિવારે ગરમીનો પારો ૪૨.૩ ડિગ્રી પર પહોંચેલ હતો, તો બીજી તરફ ગાંધીનગરમાં ગરમીનો પારો ૪૧.૬ ડિગ્રી પર, ભાવનગર અને કંડલા એયરપોર્ટ પર ગરમીનો પારો ૪૧.૨ ડિગ્રી સુધી, કંડલા પોર્ટ પર ગરમીનો પારો ૪૦.૪ ડિગ્રી પર તેમજ ડીસા અને વડોદરામાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી પર રહેલ હતો. આ સાથે વિદ્યાનગરમાં ગરમીનો પારો ૩૯.૪ ડિગ્રી પર રહેલ, જેને લઈ તિવ્ર ગરમીનો અહેસાસ થયેલ હતો.

Other News : PM મોદી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે પહોંચ્યા : અધિકારીઓ પાસે પ્રોજેક્ટ અંગે માહિતી મેળવી

Related posts

હવે તબીબને ૧ વર્ષ સુધી ફરજીયાત ગામડામાં પ્રેક્ટિસ કરવી પડશે…

Charotar Sandesh

મેયરને શરમ આવવી જોઈએ’, ભાજપના જ મહિલા કાર્યકરે પોસ્ટ મુકતા વિવાદ…

Charotar Sandesh

ગુજરાતમાં કમ્યુનિટિ ટ્રાન્સમિશનનો તબક્કો શરૂ : કોરોનાગસ્ત પરિવારના લોકો બની રહ્યા છે સુપરસ્પ્રેડર…

Charotar Sandesh