Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીની નવી આધુનિક ઓફિસનો આરંભ થયો

શૈક્ષણિક

આણંદ : પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીના ગ્રીનગાર્ડન કેમ્પસમાં મેનેજમેન્ટ કાર્યાલયની નવી આધુનિક ઓફિસનો આરંભ સંપૂર્ણ ધાર્મિક વિધી દ્વારા અષાઢી બીજે રથયાત્રાના પવિત્ર દિવસે કરવામાં આવ્યો છે.

સંસ્થાના પ્રમુખ બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ), સીઈઓ ડૉ. પાર્થ બી. પટેલ, રજિસ્ટ્રાર ડૉ. ઈશિતાબેન પી. પટેલ સહિતના હોદેદારો તથા શૈક્ષણિક સ્ટાફ માટેના કોન્ફરન્સ રૂમ સાથે આ ઓફિસો તૈયાર કરાઈ છે. આ પ્રસંગે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્યનારાયણની કથા પૂજનના અંતે મહાઆરતી આ સંસ્થાના હોદેદારો અને પરિવારજનો એ કરાવી હતી. આ નવા કાર્યાલયનું નામકરણ કરી બ્રહ્મા સરસ્વતી સદન રાખવામાં આવ્યું છે. જે દર્શાવતી એક ભવ્ય તખ્તીનું અનાવરણ શ્રીમતી જયાબેન બિપીનચંદ્ર પટેલના શુભ હસ્તે કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ)એ જણાવ્યું કે, આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી સરસ્વતી ઉપાસનાના તિર્થ મંદિર સમાન છે, જ્યાં વિદ્યાર્થીઓ સ્નાતક, અનુસ્નાતક, પીએચડીનો અભ્યાસક્રમ કરી પોતાની કારકિર્દીના શીખરો સર કરે છે, અહીં શક્તિરૂપી માતૃવંદનાથી મહાશક્તિ પ્રાપ્ત કરી આર્થિક રીતે લક્ષ્મી પણ તેમના જીવનમાં અઢળક પધારે એવી સંસ્થાની ઉચ્ચ વિચારધારાથી આ સરસ્વતી સંકુલમાં ચાર ભવ્ય ઈમારતોમાં બ્રહ્મા સરસ્વતી સદન, વિષ્ણુ લક્ષ્મી સદન, શિવશક્તિ સદન તેમજ રાષ્ટ્ર ભાવનાની પ્રતીતિ રૂપે વંદે માતરમ્ ભારત માતા સદનના અનોખા સંકુલનું નિર્માણ થયેલુ છે, જે આણંદના શૈક્ષણિક સામાજિક ક્ષેત્રે એક અનોખું શૈક્ષણિક તીર્થધામ છે. સીઈઓ ડૉ પાર્થ બી. પટેલે આ પ્રસંગે હાજર સૌનો આભાર માન્યો હતો.

આ નવા કાર્યાલયમાં પ્રવેશતા જ પરિવારના પૂર્વજોની ભવ્ય તસવીર સાથે પુરૂષોત્તમભાઈ મોતીભાઈ પટેલ, કમળાબેન પુરૂષોત્તમભાઈ પટેલ, જશભાઈ મોતીભાઈ પટેલના આશિર્વાદ મળે છે. પ્રમુખ બિપીનચંદ્ર પી પટેલ (વકીલ) ની ઓફિસમાં શ્રી સરસ્વતી માતાજી, શ્રી લક્ષ્મી માતાજી અને શ્રી અંબાજી માતાની ભવ્ય તસવીરની ઝાંખી આ શિક્ષણ સંકુલમાં પધારનાર દરેક શિક્ષકગણ, વિદ્યાર્થી સહિત તમામ મુલાકાતી માટે એક અલૌકિક અનુભવ છે. કોરોનાના મુશ્કેલ સમય સાથે હવે ફરીથી શરૂ થઈ રહેલ શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે આ નવી આધુનિક ઓફિસ આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીની શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધુ વેગવાન બનાવશે.

આ પ્રસંગે પોતાના પરિવાર સાથે ખાસ ઉપસ્થિત ડૉ. દિનેશભાઈ, હરેન્દ્રભાઈ ભટ્ટ, ઉપેન્દ્રભાઈ કામદાર, ચંદુભાઈ ચુડાસમા, ડૉ. પંકજ પરીખ, ડૉ. વિકુલકુમાર અને ટ્રસ્ટીઓ, એડમીન વિભાગના યુગમાબેન તથા આચાર્યગણ, શિક્ષકગણ, સ્ટાફના સભ્યો કાર્યક્રમમાં જોડાયા હતા.

Other News : બહેનો-બાળકોના ઉત્થાન માટે કાર્યરત સીડીએસ સંસ્થા દ્વારા રાખડી બનાવવાની સ્પર્ધા યોજાઈ

Related posts

લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ : શિક્ષાપત્રીના લેખન સ્થળે ખબરપત્રીઓનું બહુમાન…!!

Charotar Sandesh

પોલીસે હોડી બનાવી, ત્રણ દિવસથી ભૂખ્યા-તરસ્યા લોકોને ભોજન પહોંચાડ્યું…

Charotar Sandesh

ઐતિહાસિક કદમ : ભગવાનશ્રી સ્વામિનારાયણના વચનામૃતનો તેલગુભાષામાં અનુવાદનો આરંભ

Charotar Sandesh