Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં દૈનિક કોરોના કેસ ઘટીને ૧૮ હજારે પહોંચ્યા : કેરળમાં સંક્રમણ ઘટ્યું

કોરોના કેસ

ન્યુ દિલ્હી : વૈશ્વિક કોરોના વાયરસનાં કેસ વધીને ૨૩.૫૩ કરોડ થયા છે. આ મહામારીનાં કારણે કુલ ૪૮.૦ લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ૬.૩૧ અબજથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. મંગળવારે સવારે તેના તાજેતરનાં અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગએ અહેવાલ આપ્યો છે કે, વર્તમાન વૈશ્વિક કેસો, મૃત્યુ અને કુલ રસીકરણની સંખ્યા અનુક્રમે ૨૩૫,૩૮૨,૪૫૮, ૪,૮૦૮,૩૯૯ અને ૬,૩૧૬,૮૨૭,૯૭૭ છે. વળી ભારતની વાત કરીએ તો અહી પણ કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૧૮ હજાર જેટલા નવા કેસ નોંધાયા છે.

વળી, અત્યાર સુધીમાં દેશનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીનાં ૯૧.૫૪ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જો આપણે આંકડાઓ જોઈએ તો છેલ્લા ૨૪ કલાકમાં ૧૮,૩૬૪ નવા કેસોની પુષ્ટિ થઈ છે, જે છેલ્લા ૨૦૯ દિવસોમાં સૌથી ઓછી છે. આ ઉપરાંત, એક્ટિવ કેસોમાં પણ ઘટાડો થયો છે. હાલમાં, દેશમાં માત્ર ૦.૭૫ ટકા એક્ટિવ કેસ છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી ઓછો છે. આપને જણાવી દઈએ કે, આજે દેશમાં ૨,૫૨,૯૦૨ એક્ટિવ કેસ છે.

રિકવરી રેટમાં પણ સુધારો થયો છે. દેશમાં ૯૭.૯૩ એટલે કે લગભગ ૯૮ ટકાનાં દરે દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૯,૬૩૯ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ આંકડો માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધુ છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સાપ્તાહિક સંખ્યામાં પણ ઘટાડો થયો છે. છેલ્લા ૧૦૨ દિવસમાં, તે સતત ત્રણ ટકાથી ઓછો છે. આ અઠવાડિયે લોકો માત્ર ૧.૬૬ ટકાનાં દરે કોરોના પોઝિટિવ બન્યા છે. ગઈકાલે દૈનિક દર ૧.૬૧ ટકા રહ્યો હતો. તમને એ પણ જણાવી દઈએ કે દેશમાં અત્યાર સુધીમાં ૫૭.૫૩ કરોડ સેમ્પોલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

Other News : ફેસબુક ડાઉન થતાં માર્ગ ઝુકરબર્ગને અધધ… ૫૨ હજાર કરોડનું નુકસાન થયું..!!

Related posts

દેશમાં કોરોનાનો હાહાકાર : ૨૪ કલાકમાં ૧૨૦૦ નવા કેસ નોંધાતા ખળભળાટ…

Charotar Sandesh

પુલવામા હુમલામાં સામેલ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી સહિત બે આતંકી ઠાર

Charotar Sandesh

દેશમાં થતા ૬૬ ટકા રોડ અકસ્માતો માટે ઓવર સ્પીડિંગ જવાબદાર : નીતિન ગડકરી

Charotar Sandesh