Charotar Sandesh
ગુજરાત

જનપ્રતિનિધિને આક્ષેપના આધારે દોષી ના ગણી શકાય : ગુજ. હાઇકોર્ટ

હાઈકોર્ટ
નવસારીમાં શૌચાલય બનાવવાના લાંચ કેસમાં એક સરપંચને પદ પરથી સસ્પેન્ડ કરાતા તેમણે હાઈકોર્ટમાં ઘા નાંખી હતી

અમદાવાદ : સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નવસારીના અલગ અલગ ગામોમાં ૫૫ શૌચાલય બનાવવા માટે ૨૦૧૭માં સરપંચને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં નવસારીના ખાનપુર અને ચોરવાણી ગામમાં શૌચાલય બનાવવા બાબતે ખાનપુર ગામના સરપંચે કોન્ટ્રાક્ટર પાસે લાંચની માંગ કરી હતી. આ બાબતે કોન્ટ્રાક્ટરે એસીબીને જાણ કરી હતી. એસીબીએ ટ્રેપ ગોઠવીને લાંચ માંગનાર સરપંચને રંગે હાથ ઝડપી લીધાં હતાં. આ સરપંચે એસીબીને ચોરવાણી ગામના સરપંચનું નામ પણ જણાવતા એસીબીએ ચોરવાણી ગામના સરપંચનું નામ કેસમાં ઉમેરીને અટકાયત કરી હતી અને બંને સરપંચ વિરૂદ્ધ એફઆઇઆર પણ નોંધી હતી. આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવી હતી.

ફરિયાદ થયા બાદ ચોરવાણી ગામના સરપંચ ઈશ્વરભાઈ ૧૨ દિવસ પોલીસ કસ્ટડીમાં રહ્યાં હતાં. બંને સરપંચને તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ ઈશ્વરભાઈએ અપીલ કરી હતી કે આ ટ્રેપમાં હું હાજર ન હતો છતાં મને કેમ આરોપી માનવામાં આવે છે. તેમની આ અપીલ પણ નકારી દેવામાં આવી હતી. તેથી આખરે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

હાઈકોર્ટમાં તેમણે રજુઆત કરી હતી કે માત્ર આક્ષેપના આધારે મારી વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ છે. આ કેસમાં મારો કોઈ જ રોલ નથી. આ બાબતે કોર્ટમાં સરપંચે પુરાવા પણ રજુ કર્યાં હતાં. કોર્ટે તમામ દલીલોને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે, પબ્લિક સર્વિસમાં આક્ષેપ થાય એ સ્વાભાવિક છે. પરંતુ તેના આધારે કોઈને તેના પદ પરથી હટાવી ના શકાય. તેઓ સરપંચ છે ઈલેક્ટેડ પર્સન છે. આ બાબતે વધારે તપાસ થવી જોઈએ. જેથી તેમને ફરી સરપંચ પદે નિયુક્ત કરો અને પુરાવા આધારે જરૂરી કાર્યવાહી કરવી પડે તો પણ કરો.

Other News : લખતરના જવાનનું માથું પંખામાં આવી જતાં શહિદઃ અંતિમયાત્રામાં માનવ મહેરામણ ઊમટ્યું

Related posts

શાળા સંચાલકો દિવાળી બાદ પ્રાથમિક તબક્કે ધો.૧૦-૧૨ શરૂ કરવા સહમત…

Charotar Sandesh

બેફામ વાહનચાલકો સાવધાન… હવે ઓવરસ્પીડથી દોડતા વાહનોને અદ્યતન ટેકનોલોજીથી મળશે મેમો

Charotar Sandesh

ડાયમંડ ક્ષેત્રે સહકાર માટે સીએમ રૂપાણીએ યાકુટિયાના ગવર્નર સાથે કરાર કર્યા…

Charotar Sandesh