Charotar Sandesh
ગુજરાત

રાજ્ય સરકારે ૬ દિવસ બાદ સત્તાવાર પેપર લીકની કબૂલાત કરી : ૬ની ધરપકડ, ૪ની શોધ ચાલુ

પેપર લીક

૧૦ આરોપીઓમાંથી ૬ની ધરપકડ : ૪ની શોધ ચાલુ

અમદવાદ : પેપર લીક કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને મળીને કેટલાક પૂરાવાઓ આપ્યા હતા. સાથે જ તેમણે ગૌણ સેવા પસંદગી મંડળને આ મામલે ફરિયાદી બનવા અરજી કરી હતી.

યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, તેમની પાસે રહેલા ચોક્કસ નક્કર પુરાવાઓને તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જ આપશે, જેથી તેની ગોપનિયતા જળવાઈ રહે. ઉપરાંત તેણે પોતે પણ તપાસમાં જરૂર પડે ત્યાં સહાય કરવા તૈયાર દર્શાવી છે.

રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું હતુ કે સરકારે પેપર લીકની ઘટનાને ગંભીરતાથી લીધી છે અને આ પ્રકરણમાં જે પણ સંડોવાયેલા હશે તેમની સામે સરકાર માત્ર પોલીસ ફરિયાદ પૂરતી કામગીરી નહિ કરે, પરંતુ દોષિતોને કડકમાં કડક સજા મળે ત્યાં સુધી કાર્યવાહી કરશે. સરકાર પેપર લીક કેસમાં કોઈને નહિ છોડે.

કોંગ્રેસની સરકારમાં પરીક્ષા કેટલી પ્રામાણિકતાથી લેવાતી હતી એ લોકોને ખબર છેરવિવારે લેવાયેલી હેડક્લાર્કની ૧૮૬ જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર કથિત રીતે ફૂટી ગયાની વાતો વચ્ચે ૧૦થી ૧૨ શખસ વિરુદ્ધ ગુનો નોંધાવાની શક્યતા છે. ત્યારે અક્ષરમ ફાર્મ હાઉસના માલિકે યુવરાજસિંહ જાડેજા સામે માનહાનિની અરજી આપી છે. આ મામલે સાંજે હર્ષ સંઘવી અને અસિત વોરા તથા પેપર લીક કેસમાં તપાસ કરનારા અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ સ્વીકાર્યું છે કે તેમણે સાબરકાંઠા પોલીસને ઈ-મેલ કરીને એપ્લિકેશન આપી દીધી છે.

આ કેસમાં અત્યાર સુધીમાં ૧૦માંથી ૬ લોકોની ધરપકડ કરાઈ છે. જેમાં મહેશ પટેલ (ન્યૂ રાણીપ),ચિંતન પટેલ(પ્રાંતિજ) કુલદીપ પટેલ (કાણિયોલ, હિંમતનગર) ધ્રુવ પટેલ,દર્શન વ્યાસ, સુરેશ પટેલ (હિંમતનગર)ની ધરપકડ કરાઈ છે. શંકાસ્પદ આરોપીઓને નાસી કે છટકી જવાની તક નથી અપાઈ. ૨૪ થી વધારે પોલીસની ટીમો કાર્યરત હતી. ગુનામાં પ્રાંતીજ પોલીસ સ્ટેશનમાં સરકાર તરફે ૪૦૬, ૪૦૬, ૪૦૯, ૧૨૦ હેઠળ ગુનો દાખલ કરાયો. આ કાંડમાં મુખ્ય આરોપી તરીકે ૧૦ વ્યક્તિઓ છેસોશિયલ મીડિયાના માધ્યમથી પેપરલીકનો મામલો સામે આવ્યો હતો.

Other News : કેન્દ્રિય કેબિનેટમાં મંજુરી પ્રમાણે છોકરીઓના લગ્નની ઉંમર ૨૧ વર્ષ ગણાશે : કાયદામાં સુધારો લવાશે, જાણો

Related posts

અમદાવાદમાં કર્ફ્યૂની જાહેરાતથી ડરનો માહોલ, બજારોમાં લાગી લાંબી કતારો…

Charotar Sandesh

સુરતના બિલ્ડરે ૧૯૨ કિલોનો તૈમુર બકરો રૂ.૧૧ લાખમાં ખરીદ્યો

Charotar Sandesh

રાજ્યના ગામો-શહેરોમાં સૌને પીવાનું શુદ્ધ ફિલ્ટર્ડ પાણી પહોંચાડાય છે : મુખ્યમંત્રી

Charotar Sandesh