સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરા (advocate mehul boghra) પર થયેલ હિંચકારા હુમલા બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા
સુરત : શહેરના સરથાણા એરિયામાં જાહેર રસ્તા ઉપર જાણીતા એક એડવોકેટ ઉપર માથાના ભાગે હુમલો કરવામાં આવ્યો છે, દરમ્યાન ઈજાગ્રસ્ત વકીલ મેહુલ બોઘરા (advocate mehul boghra) ને સારવારઅર્થે ખસેડવામાં આવેલ છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયા બાદ શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
આ ઘટના બાદ શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે સાંજના સુમારે વકીલના સમર્થકોએ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી આરોપી સામે કલમ ૩૦૭ લગાવવામાં આવે તેવી માંગ ઉઠી હતી, જે બાદ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી આરોપી સામે કલમ ૩૦૭ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હોવાની માહિતી મળી રહી છે.
આ બાબતે મિડીયા સમક્ષ વકીલ મેહુલ બોઘરા (advocate mehul boghra) એ જણાવેલ કે, ગત એક મહિના પહેલા જ્યારે આ ટ્રાફિક જવાનો અને અન્ય લોકો બેફામ ગેરકાયદેસર રીતે વાહન ચાલકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરતા, જેમાં તેમની અને ટ્રાફિકના કેટલાક કર્મચારી અને અન્ય ઈસમો સાથે બોલાચાલી થયેલ, તેમણે જણાવેલ કે, હવે પછી જો તું દેખાશે તો તને અમે જાનથી મારી નાખીશું. આજે જ્યારે હું ત્યાં ઉઘરાણા કરવાના મેસેજ મળતાની સાથે જ ત્યાં પહોંચ્યો તો મારા ઉપર જીવલેણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. રિક્ષામાં હથિયારો લઈને જ આવ્યા હતા અને હું દેખાતાની સાથે જ મારા ઉપર ઉપરા છાપરી તૂટી પડ્યા હતા અને મને મારી નાખવાનો પ્રયાસ કરાયો છે.
Other News : એડવોકેટ મેહુલ બોઘરા ઉપર જાહેર રસ્તા ઉપર હિંચકારો હુમલો : સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડાયા