આણંદ : PM નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા. ૩૦ મી ના રોજ અંબાજી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas yojana) ગ્રામિણ હેઠળ નિર્માણ થયેલ આવાસોનો રાજ્યકક્ષાનો લોકાર્પણ / ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે. જેની સાથો-સાથ રાજ્યના ૪૦૦૦ થી વધુ ગામોમાં પણ લોકાર્પણ / ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે.
આ લોકાર્પણ / ખાતમુહૂર્ત કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લાના ૫૦ ગામોના કુલ ૧૦૫ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો સોંપવામાં આવશે
જેમાં આણંદ તાલુકાના ૮ ગામોના ૨૧, આંકલાવ તાલુકાના ૬ ગામોના ૮, બોરસદ તાલુકાના ૭ ગામોના ૧૪, પેટલાદ તાલુકાના ૭ ગામોના ૨૩, ખંભાત તાલુકાના ૫ ગામોના ૧૧, સોજિત્રા તાલુકાના ૭ ગામોના ૧૧, તારાપુર તાલુકાના ૭ ગામોના ૧૦ અને ઉમરેઠ તાલુકાના ૩ ગામોના ૭ મળી સમગ્ર જિલ્લાના ૫૦ ગામોના કુલ ૧૦૫ આવાસોનું લોકાર્પણ કરવામાં આવનાર છે, તેમ આણંદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીની યાદીમાં જણાવાયુ છે.
Other News : હવામાન વિભાગે કરી આ આગાહી, નવરાત્રી આયોજકો અને ખેલૈયા વરસાદને લઇને ચિંતામાં !