વડોદરા : ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી રામદાસ અઠાવલેએ વડોદરા શહેરની મુલાકાત લીધી હતી. વડોદરા સર્કિટ હાઉસ ખાતે તેમણે સમાચાર માધ્યમો સાથે સંવાદ કરતા તેમણે કહ્યુ કે, આ સરકાર દલિતો, આદિવાસી, રાજપૂત, પાટીદાર, જાટ, મરાઠા, હિંદુ-મુસ્લિમ એમ દરેક જાતિ-જ્ઞાતિ અને સંપ્રદાયની છે. તમામને સામાજિક ન્યાય મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
તેમણે જણાવ્યું કે ગરીબોના બેંક ખાતા નહોતા તેમના બેંક ખાતા કેન્દ્ર સરકારે જનધન યોજના અન્વયે ખોલાવી તેમને સીધી જ સહાય આપવાનું શરૂ કર્યુ છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અન્વયે ૫૦ હજાર થી રૂ.૧૦ લાખ સુધીની સહાય આપવામાં આવે છે. નાનો-મોટો ધંધો-રોજગાર શરૂ કરનારને કેન્દ્ર સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત ગરીબોને ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેકશન અને આવાસ યોજના હેઠળ સહાય મળતા ઘરના ઘરનું સપનું સાકાર થયું છે.
આયુષ્યમાન યોજના હેઠળ પરિવારોને આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે
કેન્દ્રીય રાજ્ય મંત્રી પારુલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ લીડરશિપ ખાતે છાત્ર સંસદ આયોજિત ભારતીય લોકશાહીમાં યુવાઓની ભૂમિકા વિષયક કાર્યક્રમ સહિતના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા.
Other News : મોટું નિવેદન : વિધાનસભાની ચુંટણીમાં ભાજપ ૧૦૦ નવા ચહેરા ઉતારશે