Charotar Sandesh
Devotional આર્ટિકલ ટિપ્સ અને કરામત

આજે આપણે ભારતીય પરંપરામાં જે સૌથી વધુ વપરાતી વનસ્પતિ છે તેના મહત્વ વિષે જાણીશું

દર્ભના ફાયદા

દર્ભ : દાભડો : દાભરો

આજે આપણે ભારતીય પરંપરામાં જે સૌથી વધુ વપરાતી વનસ્પતિ છે તેના વિષે જાણીશું. લગભગ બધા જ પ્રકારના ફૂલ, તુલસી, પીપળો, નાગરવેલ વગેરે વનસ્પતિનો આપણે પૂજામાં ઉપયોગ કરીએ છીએ પણ અહીં આપણે જે વનસ્પતિ વિષે વાત કરવાના છીએ તે બધાથી વધુ મહત્વ ધરાવે છે અને તે છે દર્ભ. ગુજરાતીમાં દર્ભ કે દાભડો, હિન્દીમાં કુશ, અંગ્રેજીમાં Desmostachya bipinnata કહે છે.

આજે આ લેખમાં આપણે દર્ભના ધાર્મિક અને વૈજ્ઞાનિક ફાયદા જાણવાના છીએ…

ધર્મ શાસ્ત્રોમાં આ પ્રમાણે લખ્યું છે..

नस्य केशन प्रवपन्ति,
नोरसी तडमाध्नते।

અનુવાદ : દર્ભ ધારણ (આસન પર બેસવાથી) કરવાથી માથાના વાળ ખરતા નથી અને હાર્ટ એટેક આવતો નથી.

દર્ભના ફાયદા જાણીને તમે વિશ્વાસ નહિ કરો એટલા ફાયદા અને એટલી આશ્ચર્યકારી વાતો છે. જે અપણા ઋષિમુનીઓ દ્વારા સિદ્ધ કરવામાં આવી છે. કેટલીક વાતો એવી છે. જે વર્તમાન સમયના વૈજ્ઞાનિકોને શોધ કરવા મજબુર કરી દીધા છે. આ વાતો આપણા ઋષિમુનીઓ એ આપણી પરંપરામાં વણી લીધી છે.

  • આ મામુલી અને સામાન્ય ગણાતી વનસ્પતિના અસામન્ય ફાયદા:
    દર્ભના આસન પર બેસવાથી અને દર્ભની ચટ્ટાઈ પર સુઈ જવાથી માથાના વાળ ખરતા નથી અને અકાળે વાળ સફેદ થતા નથી. એટલે કે વૃધાવસ્થાને અટકાવી શકવાની ક્ષમતા ધરાવે છે.

દર્ભના આસન પર બેસવાથી અને દર્ભની ચટ્ટાઈ પર સુઈ જવાથી છાતીમાં આઘાત થતો નથી એટલે કે હાર્ટ એટેકને આવતો ટાળી શકે છે

દર્ભ અવાહક પદાર્થ હોવાથી વિદ્યુતનો સંચાર અટકાવી દે છે. માનવ વિદ્યુત પ્રવાહ પૃથ્વીમાં જતો દર્ભના આસાનથી રોકવામાં આવે છે. જો આમ ના કરવામાં આવે તો વ્યક્તિની આધ્યાત્મિક શક્તિ ધીરે ધીરે નષ્ટ થતી જાય છે. આ વિદ્યુત પ્રવાહને રોકવા માટે દર્ભના આસન પર બેસીને ધ્યાન વગેરે આધ્યાત્મિક ક્રિયા કરાવી શ્રેષ્ઠ ગણાય છે. (સંકલન:SARAS:આપણું ગામ)

ધાર્મિક અનુષ્ઠાનમાં દર્ભ નામની ઘાસથી બનાવેલ આસન પાથરવામાં આવે છે,(આ અમેઝોન જેવી ઓનલાઈન વેબસાઈટ પર ૨૦૦૦ રૂપિયા નું વેચાય પણ છે) પૂજા પાઠ વગેરે કર્મકાંડ કરવાથી વ્યક્તિની અંદર આધ્યાત્મિક શક્તિ પુંજનો સંચાર લીક થઈને નકામો વહી ના જાય, એટલે કે પૃથ્વીમાં સમાઈ ના જાય, એને માટે દર્ભનું આસન વિદ્યુત અવાહકનું કામ કરે છે. આ આસનથી પાર્થિવ વિદ્યુત પ્રવાહ પગના માધ્યમથી નષ્ટ નથી થતો.

કહે છે કે દર્ભના આસન ઉપર બેસીને મંત્ર જપ કરવાથી બધા મંત્ર સિદ્ધ થઇ જય છે.

नस्य केशन प्रवपन्ति,
नोरसी तडमाध्नते। દેવી ભાગવત ૧૯/૩૨

અનો અર્થ થાય છે. દર્ભ ધારણ કરવાથી માથાના વાળ ખરતા નથી અને હાર્ટ એટેક આવતો નથી, ઉલ્લેખનીય છે કે વેદમાં દર્ભને તરત જ ફળ આપતી ઔષધી, આયુષ્યને વધારતી અને દુષિત વાતાવરણને પવિત્ર કરી ચેપને રોકવાવાળું બતાવામાં આવ્યું છે.

  • દર્ભથી બનાવેલ વીંટી પહેરાવી જરૂરી કેમ છે ?
    શાસ્ત્રોમાં દર્ભની વીંટી બનાવીને અનામિકા એટલે કે છેલ્લેથી બીજી આંગળીમાં પહેરવાનું વિધાન છે કારણ કે હાથ દ્વારા સંચિત આધ્યાત્મિક શક્તિ પુંજ બીજી આંગળીઓમાં ના જાય, કેમ કે અનામિકા આંગળીના મૂળમાં સૂર્યનું સ્થાન હોવાથી આ સૂર્યની આંગળી છે. સૂર્યથી આપણને જીવન શક્તિ, તેજ અને યશ મળે છે. બીજું કારણ આ ઉર્જાને પૃથ્વીમાં જતું રોકાવું પણ છે. કર્મકાંડ દરમિયાન ભૂલથી જો હાથ જમીનને લાગી જાય, તો વચ્ચે દર્ભનો સ્પર્શ થશે. માટે દર્ભને હાથમાં ધારણ કરવામાં આવે છે. આની પાછળની માન્યતા છે કે હાથની ઉર્જાનું જો રક્ષણ કરવામાં ના આવે તો આનું ખરાબ પરિણામ મગજ અને હૃદય પર થાય છે.

સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ પહેલા બધી જ ખાદ્ય સામગ્રીમાં દાભડો કેમ નાખવામાં આવે છે?
દર્ભમાં લગભગ 60% (એક્સ-રે) કિરણોત્સર્ગ શોષાય છે. સૂર્ય ગ્રહણ અથવા ચંદ્ર ગ્રહણ સમયે આપણા વડીલો ગ્રહના કિરણોત્સર્ગથી (જે આપણે જોઈ શકતા નથી) બચાવવા માટે ઘરના તમામ ખાદ્ય વાસણમાં આ પવિત્ર ઘાસ રાખતા હતા. હાનિકારક અલ્ટ્રા વાયોલેટ કિરણોત્સર્ગથી બચાવવા માટે તમામ ખાદ્ય વસ્તુઓને આવરી લેવા માટે થાય છે. આપણે વિજ્ઞાનમાં ભણ્યા છીએ કે આવા અલ્ટ્રા વાયોલેટ કિરણોને જોઈ શકતા નથી. અને તેથી આપણે એવું માની બેસીએ છીએ કે જે દેખાતું નથી તે વાસ્તવમાં છે જ નહિ જે આપણી બહુ મોટી ભૂલ છે.

ઓનલાઈન શોપિંગ વેબસાઈટો પર દર્ભના આસન 2000 રૂપિયાની કિમત સુધી મળે છે. તેમજ હાથમાં પહેરવા માટેની દર્ભની વીંટી પણ 250 રૂપિયા સુધી મળે છે. દર્ભ ને તમે સામાન્ય ખેતરો ની આસપાસ ઉગેલા જોવા મળી શકે છે. આ એક મફત ની વસ્તુ કહી શકાય પણ તેના અગણિત લાભ છે.

આપણા ઋષિઓ આજના વૈજ્ઞાનિકો કરતા વધારે જ્ઞાન ધરાવતા હતા, આજે વિજ્ઞાન પ્રાચીન મહાન ઋષિઓના શોધને સમજવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.

“ચાલો આપણે આપણા પ્રાચીન વિજ્ઞાન અને આપણા મહાન વારસાને બચાવીએ”.

  • Nikunj Maharaj, Dakor
  • Contact : 98981 70781

Related posts

ચરિત્રહીન ચંચલ “સેવક”ની દુષ્ટ ચેષ્ટાઓ… પ્રજા જેટલી વહેલી સમજી જાય તે રાષ્ટ્રહિત માટે જરૂરી

Charotar Sandesh

સીનોર તાલુકાના અંબાલી ગામે આવેલ શ્રી મહાસતી અનસૂયા માતાજીના મંદિરનું મહત્ત્વ અને ઈતિહાસ

Charotar Sandesh

भगवान शिव के श्रावण महिना का प्रारंभ : अग्नि देवता के कर्म के हिसाब से भिन्न भिन्न नाम है

Charotar Sandesh