Charotar Sandesh
સ્પોર્ટ્સ

ટોકિયો ઓલિમ્પિક : ભારતની મહિલા હોકી ટીમે દ.આફ્રીકાને ૪-૩થી હરાવ્યું

મહિલા હોકી

ટોક્યો : ભારતીય મહિલા હોકી ટીમે પુલ-એ સ્ટેજમાં પોતાની છેલ્લી હરિફાઇમાં સાઉથ આફ્રિકાને ૪-૩થી હરાવી દીધું છે. આથી ટીમની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશા યથાવત છે. આયરલેન્ડ અને ગ્રેટ બ્રિટનની વચ્ચે યોજાનાર મેચથી પુલ-એમાં પહોંચનાર ટીમોનો નિર્ણય થશે. ભારત માટે વંદના કટારિયાએ ૩ ગોલ ફટકાર્યા. વંદના ભારતની પહેલી મહિલા હોકી ખેલાડી છે જેણે ઓલિમ્પિક મેચમાં ગોલની હેટ્રિક કરી હોય.

ભારતની મહિલા ટીમે આક્રમક શરૂઆત કરી હતી.

મેચની ચોથી મિનિટમાં જ નવનીત કૌરની બાજુમાં વંદનાએ ગોલ ફટકારી ભારતને ૧-૦થી આગળ કરી દીધું. પહેલું ક્વાર્ટર ખત્મ થતા પહેલાં સાઉથ આફ્રિકાની ટીમે ગોલ કરી બરાબરી કરી લીધી. બીજા ક્વાર્ટરમાં વંદનાએ એક ગોલ કરી ટીમને ફરી ૨-૧થી આગળ કરી દીધી.

સાઉથ આફ્રિકાએ બીજા ક્વાર્ટરની છેલ્લી મિનિટમાં ગોલ કરી ૨-૨ની બરાબરી કરી. ત્રીજા ક્વાર્ટરમાં રાની રામપાલની પાસે નેહાત ગોયલે ગોલ ફટકાર્યો. તો સાઉથ આફ્રિકાએ ત્રીજા ક્વાર્ટરમાં ફરી એકવખત ગોલ ફટકારી ૩-૩થી બરાબરી કરી દીધી. ત્યારબાદ વંદનાએ ૪૯મી મિનિટમાં પોતાનો ત્રીજો અને ટીમ માટે ચોથો ગોલ ફટકારી ભારતને જીત અપાવી દીધી.

Other News : MS-Dhoni : કેપ્ટન ધોની ન્યુ લૂકમાં જોવા મળ્યો, આલિમ હકીમે તસવીરો શેર કરી

Related posts

ભારતીય ટીમના કોચ માટે ગાંગુલીએ આ પૂર્વ ખેલાડીને દાવેદાર ગણાવ્યો

Charotar Sandesh

ન્યૂઝીલેન્ડને હરાવી વનડેમાં સતત ૨૧મી જીત મેળવી ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે રચ્યો ઈતિહાસ…

Charotar Sandesh

સાનિયા મિર્ઝાનો ખુલાસો, એ સમયે હું સાવ તૂટી ગઇ હતી, આખી રાત રડતી રહેતી…

Charotar Sandesh