Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

યાત્રાધામ પાવાગઢમાં ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે ર લાખ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, જુઓ તસ્વીર

પાવાગઢ (pavagadh)

વડોદરા : સુપ્રસિદ્ધ પાવાગઢ (pavagadh) માં મા મહાકાળીના માતાના દર્શને આવેલ ર લાખ ભક્તોની લાંબી લાઈનો જોવા મળેલ હતી, વરસાદી માહોલને લઈ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું. આજે વહેલી સવારેથી રાજસ્થાન સહિત મધ્યપ્રદેશમાંથી આવેલ ભક્તોની નીજ મંદિર સુધી લાંબી કતારો જોવા મળેલ હતી.

પોલિસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો

નોંધનીય છે કે, પીએમ મોદીએ ગત ૧૮ જૂનના રોજ ગુજરાતના શક્તિપીઠ પાવાગઢ (pavagadh) ખાતે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાલિકા માતાના નવનિર્મિત મંદિરના સુવર્ણ શિખર ઉપર ધ્વજારોહણ કર્યું હતુ.

પાવાગઢ (pavagadh) ધામમાં આવતા શ્રધ્ધાળુઓની સુવિધામાં વધારો થાય તે માટે રાજ્ય સરકારે ૧૨૧ કરોડના ખર્ચે મંદિર પરિસરનો વિસ્તાર કર્યો છે. તળેટીના માચી વિસ્તારમાં યાત્રિકોને પાયાની સગવડો આપવા, આવનારા દિવસોમાં રૂપિયા ૩૭ કરોડના ખર્ચે વિકાસ કામો થવાના છે. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પામેલા ચાંપાનેર ખાતે અનેક પ્રવાસીઓ આવે છે, ત્યારે રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં રૂ. ૨૦ કરોડની જોગવાઈ પણ કરી છે.

પાવાગઢ (pavagadh) માં ર લાખ ભક્તોની ઉપસ્થિતિમાં વરસાદી માહોલ વચ્ચે ધુમ્મસભર્યું વાતાવરણથી હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો હતો.

Other News : વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંતસિંહા આ તારીખે ગુજરાત આવશે : કોંગ્રેસના ધારાસભ્ય સાથે બેઠક કરશે

Related posts

માતૃશ્રી હીરાબાની અંતિમયાત્રા નીકળી : પીએમ મોદીએ માતાના પાર્થિવ દેહને આપી કાંધ

Charotar Sandesh

મોરબી દુર્ઘટના પર પીએમ મોદીએ કહ્યું, હું એકતાનગરમાં છું પણ મારું મન મોરબીના પિડીતો સાથે જોડાયેલું છે

Charotar Sandesh

ડાંગ જિલ્લામાં બર્ડફલૂ નો પગ પેસારો : તંત્રએ પુષ્ટિ કરતાં ભયનો માહોલ…

Charotar Sandesh