ફ્રાંસ અને જર્મનીના રાષ્ટ્રવડાઓ અને પુટીન વચ્ચેની સતત વાટાઘાટ બાદ રશિયાએ મહત્વના ગણાતા ક્રીમીયામાંથી સૈન્ય પાછુ ખેંચવાની જાહેરાત કરી : અમેરિકી પ્રત્યાઘાતની રાહ
મોસ્કો : યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા તેમજ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ પોતાની ફેસબુક પોસ્ટમાં દાવો કર્યો હતો કે, “૧૬ ફેબ્રુઆરી એ યુક્રેન પર રશિયાના હુમલાનો દિવસ હશે.” યુક્રેન અને રશિયા વચ્ચે સતત બની રહેલા તનાવ અને અમેરિકા સહિતના દેશો યુક્રેનની તરફેણમાં લશ્કરી મોરચા સાથે પહોંચી જતા ગમે તે ઘડીએ યુદ્ધ થશે અને રશિયા યુક્રેન પર ચડાઈ કરશે તેવા મળી રહેલા સંકેતોમાં અચાનક જ યુ ટર્ન આવ્યો છે.
આજે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીને જાહેર કર્યુ છે કે ક્રીમીયામાં જે રશિયન સૈન્યનો યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યો છે તે પુરો કરી દેવામાં આવ્યો છે અને સૈનિકો પણ ત્યાંથી પરત ફરી રહ્યા છે.
રશિયાઆ આ અંગે વિડીયો જાહેર કર્યો છે જો આ સૈનિકો પરત થતા હોય તેવા દ્રશ્યો હતા
આજે ક્રીમીયા કે જે આ સંભવીત યુદ્ધમાં મહત્વના સ્થાને છે ત્યાંથી રશિયન ટેન્કો અને લશ્કરી વાહનો પરત આવતા નજરે ચડતા હતા અને તેને કારણે હવે આ તનાવ હાલ તુરંત ખત્મ થયો છે તે સંકેત મળી રહ્યા છે. જો કે હજુ સુધી અમેરિકાએ તેના પર કોઈ પ્રતિભાવ આપ્યો નથી પણ માનવામાં આવે છે કે જો એક વખત રશિયાની વાપસીના પુરાવાને સમર્થન મળશે તો તુર્ત જ અમેરિકા પણ વલણ બદલશે તે નિશ્ચિત છે.
આમ એક મોટી લશ્કરી અથડામણ અટકી ગઈ છે તેવા સંકેત છે અને આગામી દિવસોમાં આ મુદે રશિયા, અમેરિકા અને યુક્રેન વચ્ચે વાતચીત થઈ શકે છે.
Other News : કેનેડા-અમેરિકા બ્રિજ પરથી આંદોલનકારી ટ્રકચાલકોએ વાહનો હટાવ્યા