Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત એક પણ મકાન તિરંગો લહેરાવ્યા વગર રહી ન જાય : જુઓ જિલ્લા કલેકટરે શું કરી અપીલ ?

સ્‍વાતંત્ર્ય પર્વ (independent day)

પેટલાદ ખાતે જિલ્‍લા કક્ષાના ૭૬મા સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે – કલેકટર શ્રી મનોજ દક્ષિણી

પેટલાદ નગરપાલિકા હેલીપેડ ગ્રાઉન્‍ડ ખાતે સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે જિલ્‍લા કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી

નગરપાલિકા ગ્રાઉન્‍ડ ખાતે મહેસૂલ અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી ધ્‍વજવંદન કરાવશે

આણંદ : આણંદ જિલ્‍લામાં પેટલાદ નગરપાલિકાના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ભારતના સ્‍વતંત્રતાના ૭૬મા પર્વની ઉજવણીની સાથે  – આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત હર ઘર તિરંગા સાથે જિલ્‍લા કક્ષાના સ્‍વાતંત્ર્ય પર્વ (independent day)ની ઉજવણી કરવામાં આવશે તેમ જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ જણાવ્‍યું છે.

આણંદ કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી મનોજ દક્ષિણીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા કક્ષાના સ્‍વાતંત્ર્ય પર્વ (independent day) ની ઉજવણીના આયોજન અંગે બેઠક મળી હતી. આ બેઠકમાં આણંદ જિલ્‍લા પ્રશાસનના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

જિલ્‍લા કલેકટરશ્રીએ બેઠકમાં ભારતના ૭૬મા સ્‍વાતંત્ર્ય પર્વ (independent day) ની જિલ્‍લા કક્ષાની ઉજવણી અંતર્ગત  પેટલાદ નગરપાલિકાના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે સવારના ૯-૦૦ કલાકે રાજયના મહેસૂલ અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીના હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવશે તેમ જણાવ્‍યું હતું.

બેઠક દરમિયાન જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ ભારતની આઝાદીના ૭૫ વર્ષ પુર્ણ થવાની ઉજવણીના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભારત સરકારના  સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આગામી તા. ૧૩ થી તા.૧૫ મી ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમનો હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકના મનમાં પોતાના દેશ માટે ગર્વ સાથે દેશપ્રેમ વધે તેવો હોઇ જિલ્લાના નાગરિકોને તા.૧૩ થી ૧૫ દરમિયાન જિલ્લાના તમામ ઘરો સહિત, દુકાનો, ઉદ્યોગ, વેપારીઓ, વાણિજિયક સંસ્થાઓ, સરકારી અને અર્ધસરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ, આંગણવાડી, શાળાઓ, કોલેજો, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ, સહકારી, દૂધ મંડળીઓ સહિત તમામ જગ્યાએ રાષ્ટ્રના આન-બાન-શાન સમાન તિરંગો લહેરાવવા અપીલ કરી છે.

Other News : હર ઘર તિરંગા અભિયાન SRP ગૃપ-૭ના પોલીસ જવાનો દ્વારા અડાસ ખાતે યોજાયેલ ભવ્ય મશાલ રેલી, જુઓ તસ્વીરો

Related posts

રાજ્યના ખેડા-આણંદ સહિત ઘણા જિલ્લાઓમાં આજે તારીખ ૧૬ જૂને તમામ શાળાઓ બંધ રાખવા સુચના

Charotar Sandesh

વિદ્યાનગરમાં વિઝા કન્સલટન્સીની ઓફિસ ખોલી કરાઈ ૨.૨૦ લાખની છેતરપીંડી, જુઓ વિગત

Charotar Sandesh

સરકારના ઘરવિહોણાને ઘરનું ઘરના શમણાં ટલ્લે ચઢયા : આણંદમાં ઘર તૈયાર થયા પણ ચાવી કોની પાસે..!?

Charotar Sandesh