ટપાલ જીવન વીમા/ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ બનવાનો અમૂલ્ય અવસર
આણંદ : પોસ્ટ વિભાગ (post department) માં અમલી એવી ટપાલ જીવન વીમા/ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ બનવું હોય તેવા આણંદ જિલ્લાના એજન્ટ બનવા ઇચ્છુક ઉમેદવારો માટે અમૂલ્ય અવસર છે. પોસ્ટ વિભાગ (post department) ના એજન્ટ બનવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને તા. ૧૦/૮/૨૦૨૨ના રોજ સવારના ૧૧ થી ર કલાક દરમિયાન આણંદ જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલ હેડ પોસ્ટ ઓફિસના બિલ્ડિંગ, સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (post department) ના બીજા માળે વોક-ઇન-ઇન્ટરવ્યુ આપવા સ્વખર્ચે પહોંચી જવા આણંદ ડીવીઝનના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસે એક યાદી દ્વારા જણાવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, જે ઉમેદવારો એજન્ટ બનવા રસ ધરાવતા હોય તેઓએ વોક-ઇન-ઇન્ટરવ્યુ આપવા અર્થે પોતાની સાથે બાયોડેટા, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતો, આવશ્યક પ્રમાણપત્ર અને અનુભવનો દાખલો (જો હોય તો) અસલ અને સ્વપ્રમાણિત કરેલ નકલો સાથે આવવાનું રહેશે.
એજન્ટ બનવા ઇચ્છુક ઉમેદવાર કે ઉમેદવાર પાંચ હજાર કરતાં ઓછી જનસંખ્યાવાળા ગામ/નગરમાં રહેતો હોય તો ઓછામાં ઓછું ધો. ૧૦ પાસ અને જો ઉમેદવારો પાંચ હજાર કરતાં વધુ જનસંખ્યાવાળા વિસ્તારમાં રહેતો હોય તો ઓછામાં ઓછું ધો.૧૨ પાસ કરેલ હોય તેમજ ૧૮ થી ૫૦ વર્ષની ઉંમર ધરાવતો હોવો જોઇએ.
આમાં એકસ લાઇફ એડવાઇઝરો/આંગણવાડી કાર્યકરો/મહિલા મંડળ કાર્યકરો/સ્વ સહાય જૂથના કાર્યકરો/એકસ સર્વિસમેન/નિવૃત્ત શિક્ષકો/બેરોજગાર/સ્વરોજગાર યુવાનો અથવા ઉકત લાયકાત ધરાવતી કોઇપણ વ્યકતિ વોક-ઇન-ઇન્ટરવ્યુ આપી શકશે.
ટપાલ જીવન વીમા/ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટની નિમણૂંકમાં આણંદ જિલ્લાના રહેવાસી, ઇન્સ્યોરન્સ પ્રોડકટ વેચવાનો અનુભવ, કોમ્પ્યુટરની જાણકારી, સ્થાનિક જગ્યાની જાણકારી ધરાવનારને પ્રાથમિકતા આપવામાં આવશે તેમ વધુમાં યાદીમાં જણાવાયું છે.
Other News : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત એક પણ મકાન તિરંગો લહેરાવ્યા વગર રહી ન જાય : જુઓ જિલ્લા કલેકટરે શું કરી અપીલ ?