Charotar Sandesh
ગુજરાત

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કર્યુ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે

CM ભુપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારની પ્રેરક ઉપસ્થિતિ લોકાર્પણ યોજાયું

સમગ્ર દેશમાં ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજ શરૂ કરનાર ગુજરાત પાંચમુ રાજ્ય બન્યું

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઇ શાહ દ્વારા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજ અને આહાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

જી.એમ.ઇ.આર.એસ કોલેજ ખાતે ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનો પ્રારંભ કરનારુ ગુજરાત દેશમાં પાંચમું રાજ્ય બન્યું છે. ગુજરાતના એક દિવસિય પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, આરોગ્ય રાજ્યમંત્રી શ્રીમતી નિમીષાબેન સુથારની પ્રેરક ઉપસ્થિતિમાં આ નવતર આરોગ્ય સુવિધાઓ- પ્રકલ્પો જનતાની સેવામાં સમર્પિત કર્યા હતા.

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે નવનિર્મિત ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ કોલેજની મુલાકાત લઇ તેની તલસ્પર્શી માહિતી મેળવી હતી. કેન્દ્રીયમંત્રી અમિતભાઇ શાહે હોસ્પિટલ પરિસરમાં હાજર આરોગ્ય કર્મીઓ-પ્રજાજનો વચ્ચે જઈ તેમનું અભિવાદન ઝીલ્યું હતું.

અમદાવાદ શહેર શ્રી કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ, કમિશનર શ્રી શાહમીના હુસૈન, અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાંગલે, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલભાઈ ધામેલીયા, જી.એમ.ઇ.આર.એસ કોલેજના ડીન ડૉ.નિતિન વોરા સોલા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર દીપિકા સિંઘલ, મોટી સંખ્યામાં આરોગ્ય કર્મીઓ , અધિકારી અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advocate Mukesh Danak – Mo. 72260 11144

Other News : સાંસદ મિતેશભાઈ પટેલની રજુઆત બાદ આણંદ-ખંભાત વચ્ચે મેમુના રૂટ વધારાયા

Related posts

વડોદરામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ : વિશાળ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થતાં મોટી જાનહાની ટળી…

Charotar Sandesh

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સફાળું જાગ્યું : શાળાની આસપાસ ફાસ્ટ ફૂડ વેચવા પર પ્રતિબંધ…

Charotar Sandesh

કોરોના સંકટ : સુરતથી અમદાવાદ આવતી-જતી એસટી બસો કરાઇ બંધ…

Charotar Sandesh