Charotar Sandesh
વર્લ્ડ

US પ્રમુખ જો બાઈડને વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી, જુઓ તસ્વીરો

US પ્રમુખ જો બાઈડ

નવીદિલ્હી : ભારતમાં ધામધૂમપૂર્વક દિવાળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે, Diwaliની ધૂમ માત્ર આપણા દેશમાં જ નહિ પરંતુ અમેરિકા દેશમાં પણ જોવા મળી રહી છે. વ્હાઈટ હાઉસમાં ઉત્સાહ અને ઉમંગભેર દિવાળીની ઉજવણી કરાઈ. US President જો બાઈડેન અને ફર્સ્ટ લેડી ડૉ. Jeel બાઈડેને ભારતીય-અમેરિકનો સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઈટ હાઉસ ખાતે દિવાળીની ઉજવણી કરી હતી.

બાઈડન દંપત્તિએ સમારંભમાં પહોંચી દિવાળીની શુભકામનાઓ પાઠવી

આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ હાજર રહ્યા હતા. યુએસ પ્રમુખ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે વ્હાઇટ હાઉસમાં ભારતીય-અમેરિકન સાથે મુલાકાત કરી અને તેમની શુભેચ્છાઓ આપી. વ્હાઇટ હાઉસ ખાતે દિવાળીની ઉજવણી દરમિયાન ભારતીય સંસ્કૃતિ મુજબ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા, ફટાકડા ફોડવામાં આવ્યા હતા, મીઠાઈઓનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. યુએસ President Jo Biden અને ઉપરાષ્ટ્રપતિ Kamala હેરિસે ભારતીય અમેરિકનો સાથે દિવાળીની ઉજવણી કરી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને US ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી. સમારંભ દરમિયાન bollywood songs પર ડાંસ પર્ફોર્મન્સ પણ આપવામાં આવ્યુ હતુ.

આ ખાસ અવસર પર US President જો બાઈડેને કહ્યુ, ’દિવાળી આપણને યાદ અપાવે છે કે આપણામાંના દરેકમાં વિશ્વમાં પ્રકાશ લાવવાની શક્તિ છે. આ એક વિકલ્પ છે અને આપણે તેને રોજ પસંદ કરીએ છીએ. પછી ભલે તે અહીં અમેરિકામાં હોય કે ભારતમાં, જે આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યુ છે. તમારી(ભારતીય અમેરિકનો) યજમાની કરીને અમે સન્માનિત અનુભવીએ છીએ. વ્હાઇટ હાઉસમાં આ પ્રકારનુ આ પ્રથમ દિવાળી સેલિબ્રેશન છે જે આટલુ મોટુ છે. અમારી પાસે ઇતિહાસમાં પહેલા કરતાં વધુ એશિયન-અમેરિકનો છે. દિવાળીને અમેરિકન સંસ્કૃતિનો હિસ્સો બનાવવા બદલ અમે તમારા આભારી છીએ.’

  • Nilesh Patel

Other News : વડાપ્રધાન મોદીએ બ્રિટનના ભારતીય મુળના નવા વડાપ્રધાન ઋષિ સુનકને અભિનંદન પાઠવ્યા

Related posts

દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઘટી મોટી દુર્ઘટના, ટેક્સી-વે પર અથડાયા બે વિમાન

Charotar Sandesh

શાળાઓ ફરીથી ખોલવામાં નહીં આવે તો ભંડોળ અટકશે : ટ્રમ્પની ધમકી

Charotar Sandesh

ચીનમાં કોરોના વાયરસના કારણે ૨૪ કલાકમાં ૯૭ લોકોના મોતઃ મૃતાંક ૯૧૦થી વધુ…

Charotar Sandesh